કોરોનાને મ્હાત આપેલા દર્દીઓને સ્વાસ્થ્ય મંત્રાલયની ખાસ સલાહ, શું કરવું- શું ના કરવું તેની યાદી જાહેર કરાઈ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ-19માંથી સાજા થઈ ચુકેલા દર્દીઓ માટે પોસ્ટ કોવિડ-19 પ્રબંધન પ્રોટોકોલ જાહેર કર્યો છે. કોરોનાને મ્હાત આપીને સાજા થયેલા દર્દીઓએ કેવી કેવી કાળજી લેવી તેને લઈને મહત્વની સુચના જાહેર કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કસરત, યોગાથી લઈને ખાન-પાનને લઈને એડવાઈઝરી જાહેર કરી છે. કોરોનામાંથી સાજા થયેલા લોકોમાં શારીરીક નબળાઈ, શરીરનો દુખાવો, ખાંસી અને શ્વાસ લેવામાં સમસ્યા જેવી વર્તાય છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કોરોનામાંથી સાજા થયેલા લોકોએ યોગાસન, પ્રાણાયમ કરવા, ધ્યાન લગાવવા અને ચમનપ્રાસ ખાવા જેવી કેટલીક સલાહ આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, કોરોના વાયરસ સંક્રમણથી ઉભરી ચૂકેલા લોકોએ સંભાળ રાખવી, માસ્ક પહેરવા, હાથ અને શ્વસન સ્વાચ્છતા, સામાજિક અંતર બનાવવા જેવા બધા નિયમોનુ પાલન કરતુ રહેવુ જોઈએ.
પ્રોટોકોલમાં લોકોથી પર્યાપ્ત પ્રમાણમાં ગરમ પાણી પીવા, રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારવા માટે યોગ્ય આયુષ ચિકિત્સકથી આયુષ દવાઓ લેવા અને સ્વાસ્થય મંજૂરી આપે છે તો ઘરના કામ કરવાની સલાહ આપી દીધી છે.
સાંજના સમયે વોકિંગ કરો
સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા અથવા જેટલુ ડૉક્ટરે કહ્યું છે તે પ્રમાણે દરરોજ પ્રાણાયમ કરવા અને ધ્યાન લગાવવા, શ્વાસતંત્રને મજબૂત કરવાનો અભ્યાસ કરવો અને દરરોજ સવારે અથવા સાંજે વોકીંગ કરવાની સલાહ પણ આપવામાં આવી છે. પ્રોટોકોલમાં તાપમાન, રક્તચાર, રક્ત શર્કરા, પલ્સ, ઓક્સીમેટ્રી વગેરે ઘર પર નજર રાખવાની સલાહ પણ આપવામાં આવી છે. સવારના સમયે ગરમ દૂધ અથવા પાણીની સાથે ચમનપ્રાસનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે તેમ પણ સ્વાથ્ય મંત્રાલયે જણાવ્યું છે.
આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
* માસ્ક, હેંડ સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટંસ રાખો.
* પર્યાપ્ત માત્રામાં ગરમ પાણી પીવો
* આયુર્વેદિક દવાઓનું સેવન કરો.
* ઘર કામ યથાવત રાખો, જ્યારે પ્રોફેશન કામ પણ ધીમે ધીમે શરૂ કરો.
* યોગા, પ્રાણાયામ, ધ્યાન જેવા વ્યાયામ નિયમિત પણે કરો.
*ડૉક્ટર તરફથી આપવામાં આવેલી સલાહ પ્રમાણે વ્યાયામ અવશ્ય કરો.
* સવાર અને સાંજના સમયે ચાલવાનું રાખો.
* ગરમ અને તાજુ જ ખાવાનું રાખો, ન્યૂટ્રિશિયન વધારે લો.
* પુરતી ઉંઘ લો અને આરામ કરો.
* ધુમ્રપાન અને આલ્કોહોલનું સેવન ના કરો.
* તમારા સ્વાસ્થ્યની દેખરેખ તમે પોતે રાખો, જેવુ કે તાપમાન માપવું, બ્લડ પ્રેશર વગેરે માપવુ.
* જો ગળુ સુકાતુ હોય તો કોગળા કરો અથવા તો ગરમ પાણીની વરાળ લો.
મંત્રાલયે આપી આ બાબતનું સેવન કરવાની સલાહ આપી
* રોજે આયુષ ક્વાથ (150 મિલી, એક કપ)
* સમશામની વટી, દિવસમાં બે વાર (500 મિલિ ગ્રામ)
* ગિલોઈ પાઉડર, 15 દિવસ માટે ગરમ પાણીમાં 1-3 ગ્રામ.
* અશ્વગધા, દિવસમાં બે વાર, 500 મિલી ગ્રામ)
* આંબલા કે આંબળાનો પાઉડર (1-3 ગ્રામ દરરોજ)
* સુકી ખાંસી આવતી હોય તો મુલેઠી પાવડર (દિવસમાં બે વાર ગરમ પાણીમાં 1-3 ગ્રામ)
* સવાર-સાંજ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર નાખીને પીવું.
* હળદર અને મીઠાના પાણીના કોગળા કરો.
* દરરોજ એક ચમચી ચ્યવનપ્રાસ ખાવુ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

