ભાજપના પૂર્વ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીની હોસ્પિટલમાં ઉઘાડી લૂંટ, પૈસા નહિ આપો તો રજા નહિ મળે. તેમ કહી મહિલાને બે દિવસ સુધી ગોંધી રાખી
અમદાવાદ શહેરના (Ahmedabad City) કુબેરનગર વિસ્તાર (Kubernagar Area)માં ભાજપ (BJP)ના પૂર્વ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી (Former Minister for Women and Child Welfare) ડો.નિર્માલાબેન વાઘવાનીની સિદ્ધિ હોસ્પિટલ (Sidhhi Hospital)માં પ્રસુતિ કરાવવા આવેલી મહિલા પાસેથી નક્કી કર્યા બાદ વધુ બિલની માંગણી કરતા બે દિવસ સુધી હોસ્પિટલમાં ગોંધી રાખવામા આવી હતી. જોકે આ મહિલાએ હોસ્પિટલમાંથી જ પોલીસને જાણ કરતા મામલો સામે આવ્યો હતો. આ મામલે વિસ્તારના પ્રતિશિષ્ટ લોકો વચ્ચે પડતા મામલો થાળે પડ્યો હતો.
બનાવની વિગત એવી છે કે, કુબેરનગર છારાનગરમાં રહેતી કાજલ સાહિલભાઈ છારાને પેટમાં દુખાવો થયો હતો. મહિલાને 6 માસનું ગર્ભ હતું. પરંતુ પેટમાં રહેલ બાળક નીચે આવી જતા દુખાવો થયો હતો. આ મહિલા ચાર દિવસ પહેલા સિદ્ધિ હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં ભાજપના પૂર્વ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો.નિર્માલાબેન વાઘવાનીને મળ્યાં હતાં. તેમને રૂપિયા 25 હજારમાં બાળક નીચે આવી ગયા માટે ટાંકા મારવાના નક્કી કર્યા હતા. માંગ્યા મુજબ મહિલાએ 25 હજાર આપી દીધા હતા. બાદમાં બે દિવસ સુધી હોસ્પિટલમાં આરામ પર હતા. હોસ્પિટલમાંથી રજા માંગવા જતા હોસ્પિટલએ વધુ 30 હજાર રૂપિયાની માંગણી કરી હતી.
આ દરમ્યા વધુ પૈસા ન આપવા મહિલાએ તેનો વિરોધ કરતા ડો.નિર્માલાબેન વાઘવાની અને ડૉ.સુનિલ વાઘવાનીએ પૈસા નહિ આપો તો રજા નહિ મળે. તેમ કહી બે દિવસ સુધી હોસ્પિટલમાં ગોંધી રાખી હતી. ત્યારે આવતીકાલે કાજલબેનની માતા સુજાતાબેન ડીનેશભાઈએ આમ આદમી પાર્ટીની કુબેરનગર ઓફીસ આવ્યા હતા. આજે સવારે 11 વાગે આમ આદમી પાર્ટીના કુબેરનગર વોર્ડના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકર, મહિલા ઉપ પમુખ આશાબેન થદાની, કમલેશભાઈ કોરાની, નારણ શેખાનો સંપર્ક કરતા આજે દવાખાને જઈ રજુઆત કરી હતી. અંતે વધારાના 15 હજાર આપવાનો નક્કી કરી ડો. સુનિલ વાઘવાનીને જમા કરાવી રજા આપી દેવા કહ્યું હતું. પરંતુ 1 વાગ્યા સુધી પણ રજા નહિ આપતા મહિલાએ પોલીસને ફોન કરવાની ફરજ પડી હતી.
આ મામલે પોલીસ આવતા ડો.નિર્મલા વાઘવાનીએ બીજા 5000 આપો તો જ રજા આપવાની અને પોતે મિનિસ્ટર હોવાની દાદાગીરી કરી હતી. અંતે આમ આદમી પાર્ટીના કાર્યકતા વચ્ચે પડતા મામલો થાળે પડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના પૂર્વ મહિલા બાળ કલ્યાણ મંત્રી ડો.નિર્માલાબેન વાઘવાની મહિલા અને બાળકોના કલ્યાણ કરવાના બદલે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

