પાલનપુરની યુવતીનું USમાં મોત, વતન આવવાની અંતિમ ઇચ્છા ન થઇ પૂરી, પરિવાર અહીંથી જ અંતિમ સંસ્કાર નિહાળશે

પાલનપુર તાલુકાના વાસણા (કાણોદર) ગામની બે બહેનો ભૂમિ નરસિંહભાઈ ચૌધરી અને સિદ્ધિ મેડિકલ અભ્યાસ માટે અમેરીકા ગઈ હતી. જયાં ૨૦ દિવસ પહેલા ભૂમિને ન્યુમોનિયા થતાં મેરીન હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. માતાપિતાએ તેમને ભારત પરત લાવવા પ્રયત્નો કર્યા હતા પરંતુ કમનસીબે તેનું અમેરિકામાં જ મૃત્યુ થયું હતુ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પાલનપુર તાલુકાના વાસણા (કાણોદર) ગામના નરસિંહભાઈ ચૌધરીએ બંને દીકરીઓને ડોકટર બનાવવા માટે અમેરિકાની આર્મેનીયા કોલેજમાં મોકલી હતી. ભૂમિ ચોથા વર્ષમાં હતી અને નાની દિકરી સિધ્ધી બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ૨૦ દિવસ અગાઉ ભૂમિની તબિયત લથડતાં તેણીને ત્યાંની મેરીન હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. શરૂઆતમાં તેમની તબિયતમાં સુધારો આવ્યો હતો પરંતુ બાદમાં તેના હાર્ટ,કિડની અને ફેફસાંને નુકસાન થતાં તેણીની તબિયત વધુ લથડી હતી.

ભૂમિને ભારત લાવવા માટે એરલીફટ કરવા પ્રાઈવેટ પ્લેન નક્કી કરાયું હતું. પરિવારજનોએ કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી માગી હતી.પરંતુ પરમીશન લેવામાં સમય વિતી ગયો હતો.૧પ મે ના રોજ પ્લેન લેવા માટે જવાનું હતું. તે પહેલા જ ભૂમિના મોતના સમાચાર આવતા પરિવારજનોના માથે દુઃખનો પહાડ તુટી પડયો છે. ભૂમિનું મૃત્યુ થતાં તેની અંતિમવિધિ પણ આર્મેનિયામાં જ કરાશે તેમ પિતા નરસિંહભાઈએ જણાવ્યું હતું.

ભૂમિ છેલ્લી ક્ષણોમાં બાય બાય કરતી દેખાય છે

ભૂમિ ચૌધરી બિમાર પડી અને તેની તબિયત વધુ લથડતાં તેની પાસે રહેલ તેની નાની બહેન દ્વારા હંમેશાં હૈયાધારણા અપાતી હતી. કોઈએ આ બન્ને બહેનના સ્નેહભીના પળોનો વિડીયો ઉતાર્યો હતો. તેમાં છેલ્લે ભૂમિએ બાય બાય કરી રહી હતી. આમ કુદરતે તેને સમજ આપી દીધો હોય તેમ તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો