રાજકોટથી અમદાવાદ પુત્રને તેડવા ગયેલા વ્યક્તિએ જણાવ્યો અનુભવ: ચોટીલા સુધી સઘન ચેકીંગ, પછી અમદાવાદ સુધી લોલમલોલ, બંનેની કામગીરીમાં હાથી-ઘોડાનો ફેર

રાજકોટથી અમદાવાદ પુત્રને તેડવા ગયેલા કશ્યપ પટ્ટણીએ રાજકોટ અને અમદાવાદ પોલીસ અને આરોગ્ય ટીમની કામગીરીનો અનુભવ વર્ણવ્યો છે. જેમાં રાજકોટ પોલીસ અને આરોગ્ય ટીમની કામગીરીને ખોબલે ખોબલે વખાણી છે. જ્યારે બીજી તરફ અમદાવાદ પોલીસ અને આરોગ્ય ટીમની કામગીરીમાં ક્યાંકને ક્યાંક ખોટ અનુભવી હતી. બંને શહેરની પોલીસ અને આરોગ્ય ટીમની કામગીરીમાં હાથી-ઘોડાનો ફેર હોવાનું જાણવા મળ્યું છે. તેઓએ પોતાના અનુભવ મિત્રો સાથે શેર કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, ચોટીલા સુધી હું સતત ચેક થયો, દરેક ચેક પોસ્ટ પર મને ચેક કર્યો પરંતુ ચોટીલા પછી બધુ લોલમલોલ જોવા મળ્યું અને મને અમદાવાદ સુધીએ કોઇએ રોક્યો નહી. આ વાત સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હું અહીંથી નીકળ્યા બાદ ચોટીલા સુધી સતત ચેક થયો

‘હું અહીંથી નીકળ્યા બાદ ચોટીલા સુધી સતત ચેક થયો…. પરંતુ ચોટીલા પછી છેક અમદાવાદમાં ઘરે પહોંચવા સુધી કોઈએ મને પૂછ્યું નહીં કે ક્યાંથી આવો છો? શું કામથી આવો છો? કે ના તો મારુ કોઈ જગ્યાએ ટેમ્પરેચર ચેક કર્યું. કાંઈ જ નહીં. અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ પર પણ બધા આરામથી ખુરશીમાં બેઠા હતા. પોલીસ તો દરેક રાવટી પાસે હાજર હતી પરંતુ જાણે પૂછનાર કોઈ જ ન હતું. (સ્વાભાવિક છે કે પોલીસ પણ આખરે માણસ છે તેને પણ થાકોડો લાગતો જ હોય અને આટલા દિવસો બાદ તેઓ પણ આ શિસ્ત વગરના લોકોથી થાકી ગયા હશે. એમ છતાં પણ ક્યાંક એ મેનેજમેન્ટ લેવલ ની કચાસ ચોક્કસ હતી) ’

રાત્રે રીટર્ન થતી વખતે કાબીલેદાદ કહેવાય તેવી સિક્યુરિટી લીમડીથી પછી ફરી શરૂ થઈ

‘પણ રાત્રે રીટર્ન થતી વખતે કાબીલેદાદ કહેવાય તેવી સિક્યુરિટી લીમડીથી પછી ફરી શરૂ થઈ. રાજકોટ પહોંચ્યા પહેલા જ RMCની ટીમ દરેક રસ્તા પર પોલીસ સાથે ખભ્ભો મીલાવીને કામગીરી કરી રહી હતી. મારુ મેડિકલ ચેકઅપ થયું, હાથ પર ક્વોરન્ટીનના સિક્કાઓ માર્યા, કમ સે કમ મને 10-12 જગ્યાએ રાજકોટમાં આવ્યા બાદ પણ રોક્યો. દરેક જગ્યા પર ક્વોરન્ટીનના સિક્કા વગેરેની નોંધ લઇ મારી તમામ ડિટેઇલ, મારો રેફરેન્સ, અરે મારા અડોશ-પડોશના કોન્ટેક્ટ નંબર સહિતની વિગતો લઇ તેમને સંતોષ થયા બાદ જ આગળ જવાની પરમિશન મળી.

આમ વિચારો તો આ તપાસ કંટાળાજનક લાગે પણ શહેરના હિતમાં આ કેટલું જરૂરી છે તે અમદાવાદ અને રાજકોટના ઇન્ફેક્શનના આંકડા કંપેર કરીએ ત્યારે જ ખબર પડે.’

હેટ્સ ઓફ ટુ એડમિનિસ્ટ્રેશન ટીમ તથા રાજકોટ પોલીસ

‘સવારે જ RMC ટીમ આવી ક્વોરન્ટીન વિધિ કરી સૌમ્યપૂર્વક કાયદા સમજાવી ફરજ નિભાવી ગયા.આ કોઈ પોલિટીકલ કે કોઈ શહેર વચ્ચેની તુલના નથી જ. પણ એક રાજકોટના નાગરિક તરીકે પ્રાઉડ ફિલ કરાવતો પ્રસંગ ચોક્કસ છે કે જે અંદરથી પોકારી રહ્યો છે કે Don’t Worry….We Are in Safe Hands….હેટ્સ ઓ ફ ટુ એડમિનિસ્ટ્રેશન ટીમ તથા રાજકોટ પોલીસ.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો