સેલ્ફીના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સોઃ સેલ્ફી લઈ રહેલી ડોક્ટરની પત્નીનું ડેમમાં પડી જતા થયું મોત

અત્યારે નાનાથી લઈને મોટા લોકોમાં સેલ્ફી પાડવાનો ક્રેઝ (selfie crazy people) જબરદસ્ત જોવા મળે છે. ગમે તે સ્થળે સેલ્ફી લેવા લાગે છે. જોકે, ક્યારેક સેલ્ફીની લ્હાયમાં લોકો પોતાનો જીવ ગુમાવતા હોવાની કરુણ ઘટનાઓ પણ બનતી હોય છે. આવી જ એક ઘટના મધ્ય પ્રદેશના ભોપાલમાં બની છે. ભોપાલ નજીક આવેલ હલાલી ડેમ ફરવા માટે આવેલા ડોક્ટર માટે એક દુ:ખદ ઘટના બની ગઈ છે. ડેમની નજીક તેમની પત્ની સેલ્ફી લઈ રહી હતી. ત્યાં અચાનક તેનું બેલેન્સ બગડી જાય છે અને તે 10થી 12 ફૂટ નીચે પાણીમાં પડી જાય છે.

ભોપાલના કોલારના રહેવાસી ડોક્ટર ઉત્કર્ષ મિશ્રા પોતાની પત્ની હિમાની મિશ્રાની સાથે ભોપાલથી અંદાજીત 40 કિલોમિટર દુર હલાલી ડેમ ફરવા માટે આવ્યા હતા. રવિવારે રજા હોવાના કારણે ભોપાલથી ઘણા લોકો અહીંયા ફરવા માટે આવે છે.

ડોક્ટર ઉત્કર્ષનું કહેવું છે કે હું મારા મોબાઈલ ઉપર મેસેજ ચેક કરી રહ્યો હતો. તે સમયે મારી પત્ની મોબાઈલમાં સેલ્ફી લઈ રહી હતી. અને ખબર નહીં ક્યારે તેમનો પગલ લપસી ગયો. પતિએ કહ્યું કે ત્યારપછી તે 10થી 12 ફુટ નીચે પાણીમાં પડી ગઈ અને પાણીમાં તણાઈ ગઈ. જોતજોતામાં જ મારી પત્ની મારી આંખોની સામેથી ગાયબ થઈ ગઈ.

આ ઘટના પછી ઘટના સ્થળે રાહત ટીમ પહોંચી અને રેસ્ક્યું ઓપરેશન ચલાવ્યું. આ ઓપરેશન રાતભર ચાલ્યું પરંતુ મહિલાની બોડી ન મળી. સોમવારે સવારે ફરી રેસ્ક્યું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી કોઈ સમાચાર નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો