અમદાવાદમાં IAS અધિકારીની દીકરી સરકારી શાળામાં અભ્યાસ કરે છે પરંતુ એકપણ સાંસદ, ધારાસભ્ય કે કોર્પોરેટરના દીકરા દીકરી મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ નથી કરતા: RTIમાં ખુલાસો

અમદાવાદ શહેરમાં સરકારી સ્કૂલોનું શિક્ષણ અને સુવિધાઓ હવે ખાનગી સ્કૂલોને પણ ટક્કર મારે તેવી છે. સરકારી શાળાઓમાં એડમિશન લેવા માટે વેઇટીંગ લિસ્ટ બહાર પાડવા પડે છે, ત્યારે પ્રજા જેમને મત આપી પાંચ વર્ષ માટે પ્રજાના પ્રતિનિધી બનાવી અને સરકારમાં સ્થાન આપે છે, એવા એકપણ ધારાસભ્ય, સાંસદ સભ્ય કે કોર્પોરેટરના દીકરા-દીકરી સરકારી શાળામાં અભ્યાસ ન કરતા હોવાનો એક RTIમાં ખુલાસો થયો છે. IAS અધિકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ સ્માર્ટ સીટી અમદાવાદના CEO એવા નીતિન સાંગવાનની દીકરી સરકારી શાળામાં અભ્યાસ કરે છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા શિક્ષકો આચાર્યો ઉપરાંત દેશની સેવા કરતા જવાનો અને પોલીસકર્મીઓના દીકરા- દીકરી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં અભ્યાસ કરે છે પરંતુ એકપણ નેતાની દીકરી કે દીકરો સરકારી સ્કૂલોમા અભ્યાસ કરતો નથી.

સરકારી સ્કૂલોમાંથી અભ્યાસ કરીને અનેક લોકો અત્યારે મોટા પદ પર છે. જેમાં કેટલાક અધિકારીઓ અને ઉચ્ચ હોદા પર છે. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા છેલ્લા બેથી ત્રણ વર્ષમાં તમામ સ્કૂલોને સ્માર્ટ અને આધુનિક બનાવવા તરફ કદમ ઉઠાવતા હવે સ્કૂલોમાં એડમિશન પડાપડી થઈ રહી છે. ઉચ્ચ કક્ષાનું શિક્ષણ સરકારી શાળામાં મળી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં રાજ સીસોદીયાએ કરેલી RTIમાં મળેલી વિગતો મુજબ, એકપણ ધારાસભ્ય, કોર્પોરેટર કે સાંસદ સભ્યના દીકરા-દીકરી અભ્યાસ ન કરતા હોવાનું બહાર આવ્યું છે. મ્યુનિસિપલ શાળામાં પોલીસ કોન્સ્ટેબલ, GISF, CISFમાં ફરજ બજાવતા જવાનો, સરકારી શાળાના શિક્ષકો અમે આચાર્યોના દીકરા-દીકરી અભ્યાસ કરે છે.

RTIમાં મળેલી માહિતી મુજબ, IAS અધિકારી અને AMCમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ સ્માર્ટ સીટી અમદાવાદના CEO નીતિન સાંગવાનની પુત્રી સાબરમતી પબ્લિક સ્કૂલમાં ધો.3માં અભ્યાસ કરે છે. અમદાવાદ જિલ્લા પંચાયતના નાયબ અન્ન અને પુરવઠાના નાયબ અધિકારી જીભાઈકુમાર દેસાઈનો પુત્ર પણ વેજલપુર પબ્લિક સ્કૂલમાં ધો. 5માં અભ્યાસ કરે છે. શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં રબારી વિષ્ણુભાઈનો પુત્ર પણ સૈજપુર બોધા શાળા નંબર 6માં ધો. 2માં અભ્યાસ કરે છે. દરેક ઝોનમાં આવેલી સ્કૂલોમાં સ્વીપરથી લઈ શિક્ષકો, ફાયરમેન, amts બસ ડ્રાઈવર, સરકારી શાળામાં નોકરી કરતા પટાવાળા, શિક્ષકોના દીકરા દીકરી પણ અભ્યાસ કરે છે.

જો IAS અધિકારી હોય, શિક્ષકો, આચાર્યથી લઈ ઉચ્ચ હોદા પર બેઠેલા લોકોના દીકરા- દીકરી સરકારી સ્કૂલમાં અભ્યાસ કરે છે પરંતુ એકપણ નેતાનો પુત્ર કે પુત્રી સ્કૂલમાં અભ્યાસ નથી કરતા ત્યારે સવાલ થાય છે કે શું સરકારમાં જ બેઠેલા નેતાઓને જ સરકારી સ્કૂલોના શિક્ષણ પર વિશ્વાસ નથી???

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો