જ્હોન હોપકિન્સ યુનિર્વસિટીનો સનસનીખેજ ખુલાસો, કોરોના વાયરસ સજીવ નથી, અટકાવવો મુશ્કેલ

દુનિયા આખી કોરોના વાયરસના કારણે ફફડી ઉઠી છે. હજારોની સંખ્યામાં વૈજ્ઞાનિકો અને સંશોધકો કોરોનાની રસી અને દવા શોધવામાં રાત-દિવસ એક કરી રહ્યાં છે. પણ જ્હોન હોપકિન્સ યુનિર્વસિટીએ કોરોના વાયરસ સક્રમણને લઈને એક અત્યંત મહત્વનો ખુલાસો કર્યો છે.

જ્હોન હોપકિન્સ યુનિર્વસિટીએ સનસની ખુલાસો કરતા કહ્યું છે કે, કોરોના વાયરસ કોઈ જીવતો જીવ નહીં પરંતુ એક પ્રોટીન મોલિક્યૂલ (ડીએનએ) છે. તે લિપિડની સ્તરથી ઘેરાયેલ હોય છે. જ્યારે આંખ અને નાક અથવા મોઢાના કેન્સર સેલ દ્વારા તે અવશોષાય તો તેનું જિનેટિક કોડ જ બદલી નાંખે છે. આ બાબત તેને આક્રમક અને ખૂબજ ઝડપથી વધનારા સેલમાં બદલી નાંખે છે. કારણ કે આ વાયરસ કોઈ જીવ નહીં પરંતુ પ્રોટિનના પરમાણુઓ છે. આ મરતા નથી પરંતુ તે પોતે જ ક્ષીણ થઈ જાય છે. જેના ઘટવા માટે તાપમાન, હ્યુમિડીટી અને જે કોઈ મટિરીયલ પર છે તેના પર નિર્ભર કરે છે. આ વાયરસ ખૂબ જ ક્ષણભંગુર છે.

જ્હોન હોપકિન્સ યુનિર્વસિટીને હાથ લાગી મહત્વની જાણકારી

કોરોનાની પાતળી બહારની ફેટને નાશ કરવામાં આવે તો તેની અસર ઓછી થાય છે. જે સાબુ અથવા ડિટર્જન્ટથી હાથ ધોવા એ જ મહત્વનો ઉપાય છે. ડિટરજન્ટનું ફોમ આવરણ અથવા ફેટને કાપી નાંખે છે. એના માટે દરેક વ્યક્તિએ પોતાના હાથને 20 સેકન્ડથી વધારે સમય સુધી રગડવાથી ફોર્મ વધારે ઘાટુ બને છે. ફેટની લેયર ધોવાઈ જવાથી પ્રોટીનના પરમાણુઓ વિખાઈ જાય છે અને તૂટી જાય છે. ગરમીના કારણે ફેટ ઓગળી જાય છે. જેના કારણે 25 ડિગ્રી સે અથવા તેનાથી વધારે ગરમ પાણીથી હાથ, કપડા અને અન્ય બધી વસ્તુઓને ધોવી જોઈએ. ગરમ પાણીથી કોરોનાનો વધારે નાશ થાય છે અને આ ઉપાય વધારે કારગર સાબિત થાય છે. આ ઉપરાંત 65 ટકા અથવા તેનાથી વધારે આલ્કોહોલથી બનાવેલું કોઈપણ દ્રાવણ પણ ફેટને ઓગાળી નાંખે છે. ખાસ કરીને તે કોરોના વાયરસના બહારના પડને ઓગાળીને તોડી નાંખે છે. એક ભાગ બ્લીચ અને પાંચ ટકા પાણીથી બનાવેલું કોઈપણ મિશ્રણ પ્રોટીનને સીધું ઓગાળી નાંખે છે. અને અંદરથી તોડી નાંખે છે.

સાબુ અથવા ડિટર્જન્ટથી હાથ ધોવા

ઓક્સિજનયુક્ત પાણી પણ કોરોનો વાયરસનો નાસ કરવામાં મદદરૂપ થાય છે. ઓક્સાઈડ વાયરસ પ્રોટીનને અટકાવે છે. પરંતુ જો તે શુદ્ધ સ્વરૂપમાં લેવામાં આવે તો. તે શરીરની ચામડીને થોડું ઘણું નુકસાન પણ પહોંચાડે છે. કોઈ બેક્ટેરીસાઈડ કામનું નથી. બેક્ટેરિયાથી ઉલટું આ વાયરસ કોઈ જીવતી વસ્તુ નથી. એવામાં આ નિર્જીવ ચીજનો નાશ નથી કરી શકતો. ક્યારેય પણ વપરાયેલ અથવા વણવપરાયેલ કપડા, બેડશીટને ઝાટકવા નહીં. કારણ કે તેનાથી વાયરસ ચોટીં જાય છે. પરંતુ તે ફેબ્રિક અને છિદ્રાળુ વસ્તુઓ પર 3 કલાકમાં નાશપામે છે. કોપરની વસ્તુઓ પર ઝડપથી ખલાસ થઈ જાય છે. કોપર પર તે સુકાઈ જાય છે. કોરબોર્ડ પર 24 કલાકમાં, મેટલ પર 42 કલાકમાં અને પ્લાસ્ટિક પર 72 કલાકમાં તેની પરત સુકાઈ જાય છે. પરંતુ જો તમે કપાડા વગેરેને ઝાટકો છો તો વાયરસના પરમાણુઓ હવામાં ઉડી જાય છે. આ જીવલેણ વાયરસ ત્યાં ત્રણ કલાક સુધી ટકી શકે છે. ત્યાથી તે તમારા નાકમાં પણ આવી શકે છે.

ઠંડી વાયરસ માટે આશિર્વાદરૂપ

કોરોના વાયરસના પરમાણુ ઠંડીમાં ખૂબ લાંબો સમય ટકી શકે છે. તે સિવાય ઘર અને ગાડીના એસીમાં પણ વધારે સમય સુધી ટકી શકે છે. વાયરસને ટકી રહેવા માટે ઠંડકની જરૂર હોય છે. ખાસ કરીને અંધારામાં તે વધારે લાંબો સમય સુધી ટકી રહે છે.

સૂકા અને ભેજવગરના વાતાવરણમાં, ગરમ, અજવાળાવાળા માહોલમાં ઝડપથી કોરોના વાયરસના પરમાણુ તૂટી જાય છે. કોઈ વસ્તુ પર યુવી લાઈટ્સથી પણ વાયરસના પ્રોટીન તૂટી જાય છે. ખાસ કરીને માસ્કને ડિસઇન્ફેક્ટ કરવા અને ફરીથી ઉપયોગમાં લેવા આ ઉપાય કરવામાં આવે છે. સાવધાન રહેવું કારણ કે તે ચામડીમાં રહેલી કોલેજનને પણ તોડી નાંખે છે. જેના કારણે ચામડીનું કેન્સર થવાની શક્યતા વધે છે.

કોરોના તંદુરસ્ત ચામડી પર અસર નથી કરી શકતો

કોરોના વાયરસ તંદુરસ્ત ચામડીમાં પ્રવેશી શકતો નથી. તેવી જ રીતે વિનેગાર પર પણ તેની અસર નથી થતી. દારુ તેમજ વોડકાથી પણ મદદ મળતી નથી. સૌથી વધુ સ્ટ્રોન્ગ વોડકામાં 40 ટકા આલ્કોહોલ હોય છે. જ્યારે પ્રોટીનને તોડવા 65 ટકા આલ્કોહોલની જરૂર હોય છે. આ ઉપરાંત જેટલી બંધ જગ્યા હોય તેટલા વાયરસ વધુ સક્રિય થાય છે. ખુલ્લા અને પ્રાકૃતિક વાતાવરણમાં આ વાયરસની અસર ઓછી જોવા મળે છે. ખોરાક, દરવાજાના નોબ્સ, સ્વિચ, રિમોટ કન્ટ્રોલ, સેલફોન, ઘડિયાર, કમ્પ્યુટર, ડેસ્ક, ટીવી વગેરેને સ્પર્શ કર્યા પછી હાથ ધોવા. બાથરૂમ ગયા પછી પણ હાથ ધોવા. વારંવાર હાથ ધોવાથી હાથને સ્મૂથ રાખે છે. જેટલું વધારે મોઈશ્ચરાઈઝ એટલે કે હાથ ધોવામાં આવે તો આ વાયરસ શરીરના કોઈ ભાગમાં છૂપાયેલો રહેતો નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો