કોરોના વોરિયર્સ કોન્સ્ટેબલ પિતાને હોસ્પિટલમાં દાખલ કરાવવા પુત્રની 10 કલાક બાઇક પર રઝળપાટ, અંતે કમકમાટીભર્યું મોત નીપજ્યું

કોરોના વોરિયર્સ બનેલા પોલીસ કર્મી મુકેશભાઈ સોમાભાઈનો પરિવાર પસ્તાઈ રહ્યો છે. ૬ જૂને સવારે તબિયત બગડતા પુત્ર મુકેશભાઇને લઈ સેલ્બી, એસવીપી, એલજી અને સિવિલમાં ર્ફ્યા પણ કોઈએ દાખલ જ ના કર્યા તે સત્ય છે.

સેલ્બી હોસ્પિટલમાં તો પીઆઈ પણ હાજર હતા તેમ છતાં મુકેશભાઈને સારવારમાં લીધા ન હતા. આ અંગે એસીપી ટ્રાફ્કિ વહીવટ આકાશ પટેલને પણ જાણ કરી છતાં કશું થયું ન હતું. શરમ જનક વાત તો એ હતી કે, હોસ્પિટલમાં લઇ જવા માટે ૧૦૮ પણ આવતી ન હતી એટલે પરિવાર રીક્ષા અને બાઈક પર લઈ રજડયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

શહેરના ટ્રાફ્કિ એલ ડિવિઝનમાં ફ્રજ બજાવતા મુકેશભાઈનું ૮ જૂને કોરોના વાઇરસથી મોત થયું હતું. તેમના પુત્ર પાર્થે જણાવ્યું હતું કે, શનિવારે મારા પિતા મુકેશભાઈની તબિયત બગડી હતી તેથી ૧૦૮ માં કોલ કર્યો પરંતુ તે ન આવતા રીક્ષામાં તેમને લઈ નરોડા સેલ્બી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

ત્યાં હોસ્પિટલે ગાંધીનગર મેડિકલ ઓફ્સિરના સિક્કા માગ્યા તેથી સિક્કા કરાવ્યા પછી ડ્ઢઅજૅનાં સિક્કા માગ્યા તે હવે ક્યાંથી લાવીએ. એમ કહી ૩ કલાક બગડયા. પીઆઇ જે.એલ.ચૌહાણ હાજર હોવા છતાં તેમને દાખલ કાર્ય નહિ. આખરે એલજી હોસ્પિટલ લઈ ગયા ત્યાં દાખલ ના કર્યા તેથી ત્યાંથી એસવીપીમાં લઇ ગયા ત્યાં પણ દાખલ ન કર્યા. ત્યાંથી સિવિલમાં લઈ જવા કહ્યું. એસીપી આકાશ પટેલને જાણ કરી છતાં કઈ થયું નહી.

દરમિયાનમાં વારંવાર દરેક હોસ્પિટલ થી ૧૦૮ ને જાણ કરી છતાં તે ના આવતા આખરે બાઈક અને રીક્ષાનો ઉપયોગ કરવો પડયો હતો. સિવિલ લઈ ગયા ત્યાં પણ દાખલ ન કર્યા આખરે એસવીપી પાછા લઈ ગયા ત્યાં દાખલ કાર્ય હતા. જોકે સારવારની જગ્યાએ લોકો વાતો માં વધુ ધ્યાન આપ્યું હતું.

મહત્વની વાત એ છે કે, નરોડા સેલ્બી હોસ્પિટલમાંથી ૨૮મી મેના રોજ જ્યારે રજા અપાઈ ત્યારે પણ મારા પિતા મુકેશભાઈના હાથમાં સોજા અને તેઓ ચાલી પણ શકતા ન હતા તેમની તબિયત સારી ન હતી છતાં પણ રજા આપી દેવામાં આવી હતી આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હોવા છતાં કશું થયું ન હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો