કંપનીવાળા સો કરોડનો વીમો આપે કે 10 કરોડ આપી મંત્રીને સાચવી લે, બધા એ જ કરે છે : રૂત્વિક મકવાણા

મૂળી સહિત સમગ્ર ઝાલાવાડમાં અતિવૃષ્ટીથી ખેડૂતોનાં પાક ધોવાયા છે. અને કલેક્ટર દ્વારા ફોર્મ ભરવાની સમય મર્યાદા ઓછી રાખી હોવાથી ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે દિગસરનાં ખેડૂત અને ચોટીલા-મૂળી- થાનના ધારાસભ્ય વાત કરતો ઓડીયો ફરતો થયો છે. જેમાં ધારાસભ્ય ખેડૂતોને વીમો લેવો હોય તો જાગ્રુત થવુ પડશે. આ સરકાર ખેડૂતોને પાકવીમો ન દેવો પડે તે માટે આવુ કરી રહી છે. સાથે મંત્રીઓને વીમાકંપની કરોડો રૂપિયાનો હોમ હવન કરતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

ખેડૂતોએ મહામહેનતે ઉગાડેલા કપાસ તલ મગફળી જુવાર સહિતનાં પાકમાસ નુકશાન થયુ છે. ત્યારે ખેડૂતોને પાક વીમો લેવો હોય તો 48 કલાકમાં ફોર્મ ભરવા કલેકટર દ્રારા જણાવાતા સમય મર્યાદા વધારવાની માંગ સાથે દિગસરનાં ખેડૂત અજીતસિંહ સાથે ચોટીલા-મૂળી-થાનના ધારાસભ્ય રૂત્વિકભાઇ મકવાણા વાત કર્તાનો ઓડીયો ફરતો થયો છે.જેમાં રૂત્વિકભાઇ મકવાણા સરકાર ખેડૂતોને પાક વીમો આપવા માંગતી નથી અને ખેતીનો સર્વે કરાવવાની જવાબદારી સરકારની છે.ગયા વર્ષે આપણે લડત ચલાવી ત્યારે વીમો સરકારે આપ્યો. અને વીમાકંપની મંત્રીઓને સાંચવી લેતી હોવાથી ખેડૂતોને પાક વીમો મળતો નથી તેમ જણાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ છે.

ધારાસભ્ય અને ખેડૂતની વાતચીતની ઓડિયોના અંશો

ખેડૂત : સમય મર્યાદા ઓછી છે અને તલાટી ગામડે આવી શકે તેમ નથી તો શું કરવુ
રૂત્વિકભાઇ : 
કાલે હું કલેકટર સાથે વાત કરૂ છુ. આ લોકો વીમો નહી આપવાનાં આ બધા બાના ગોતે છે. એ લોકો ગાળીયો તમારા પર નાંખવા માંગે છે કે 48 કલાકમાં તમે દરખાસ્ત કરો તો વીમો પાસ થાય અને જો ન કરી શકો તો તમને એવુ થાય કે મેં દરખાસ્ત નહોંતી આપી. એટલે મારો વીમો પાક્યો નહી.સર્વે કરાવો સરકારનું કામ છે. તે કોમ્પ્યુટરમાં 1 સ્વિચ દબાવે કે તરત ખેડૂતોનો બધો ડેટા તેમને મળી શકે છે. ખેડૂત પાસેથી કાંઇ માંગવાની જરૂર નથી પણ માત્ર ને માત્ર ખેડૂતોને એવુ થાય કે મે દરખાસ્ત નહોતી કરી એટલે વીમો ન મળ્યો તેવુ મગજમાં સ્વીકારી લો તેવી રમત છે.એમનામ વીમો દેવા માંગતી નથી સરકાર જયાં સુધી ખેડૂતો જાગશે નહી ત્યાં સુધી આમજ રમાડશે. આ સવાલ કલેકટર લેવલનો કે મામલતદાર લેવલનો અધિકારી લેવલનો નથી આ સવાલ સરકાર લેવલનો છે. કૃષીમંત્રી મુખ્યમંત્રી અને કૃષીસચિવ જે રમત થાય છે તે આ સ્ટેજ પર થાય છે.અને એ લોકોને કોઇ બીક નથી.માણસો મત દઇને બેસાડી દે છે તો શું કામ આપે વીમો.વરસાદનાં આધારે આપણે થોડાકને કોર્ટમાં મોકલવા છે.આપણે આટલુ લડ્યાને ત્યારે ગઇ વખતે થોડો થોડો વીમો આપ્યો.

ખેડૂત : મે ગયા વખતે 13 હજાર વીમો ભર્યો ને રૂ.40 આવ્યા
રૂત્વિકભાઇ: 
40 પણ પહેલી વખત આવ્યા અજીતસિંહ પહેલા કયારેય આવતા ન્હોતા આપણે આટલુ બાજ્યા છીએ ત્યારે આપ્યા અને બધા ખેડૂતો જાગતા થાય તો આવે આપણી લડત કંપની સામે છે.કંપનીવાળા છે જે આપણને સો કરોડનો વીમો ખેડૂતને આપે કે દશ કરોડ આપી મંત્રીને સાંચવી લે..બધા એજ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો