આણંદના કલેકટરે પટાવાળાનો વિદાય સમારંભ અનોખી રીતે ઊજવી દાખલો બેસાડ્યો, પોતાની ખુરશી ઉપર બેસાડી નિવૃત થતાં પટાવાળાને આપ્યું સન્માન
આણંદ કલેકટરના પટાવાળા તરીકે ફતેસિંહ.એસ.મકવાણા શુક્રવારે વયનિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો હતો. કચેરીના અન્ય સાથી કર્મીઓએ પણ ફુલહાર પહેરાવીને સન્માન કરી તેમની સેવાઓને બિરદાવી હતી. પરંતુ આણંદ જીલ્લા કલેકટર આર.જી.ગોહિલે ફતેસિંહભાઈને એક પટવાળા તરીકે નહીં પણ લાંબી આપેલી સેવાઓને માન આપીને પોતાની ખુરશી પર બેસાડવામાં આવ્યા હતા. ત્યારબાદ સન્માન આપવામાં આવ્યું હતુ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
જેને કલેકટર કચેરીના કર્મચારીઓએ પણ તાળીઓના ગળગળાતથી વધાવી લેવાયો હતો. જો કે આણંદ જીલ્લામાં આવા પહેલા કલેકટર હશે કે પટાવાળાને નાના કર્મચારી તરીકે નહીં પણ એક સાચા સેવાભાવી કર્મી તરીકે લાંબી સેવાઓને માન આપીને આ રીતે પોતાની ખુરસીમાં બેસાડીને સન્માન આપ્યું હોય તેમ જોવા મળેલ હતુ. જો કે આણંદ જીલ્લા કલેકટર દ્વારા કરવામાં આવેલા સન્માન બદલ ફતેસિંહભાઈના પરિવારજનોમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

