પથ્થરમારા વચ્ચે લોહીલુહાણ હાલતમાં પણ અડગ રહ્યાં ACP રાણા, પોલીસનો આ ચહેરો જોઈ લોકો કરવા લાગ્યા નમન

ગુરુવારે સિટિઝનશિપ એક્ટના વિરોધમાં અપાયેલું બંધનું એલાન મોડી સાંજે હિંસક બન્યું હતું. લાઠીચાર્જની ઘટના પછી રખિયાલ અને શાહઆલમમાં લોકોમાં ભારે આક્રોશ દેખાયો હતો. શાહઆલમમાં સાંજે છ વાગ્યે વિરોધ બંધ કરાવવા ગયેલી પોલીસ જવાનોની સંખ્યા 60ની હતી જ્યારે ટોળું ચારથી પાંચ હજારનું હતું. શાહઆલમની જુદી જુદી ગલીઓ અને ધાબાઓ પરથી પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ પથ્થરમારામાં 19 પોલીસ જવાન સહિત 25 ઘવાયા હતા. પથ્થરમારામાં એસીપી રાણાને પણ માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. પથ્થરમારા વચ્ચે ACP આર.બી. રાણા લોહીલુહાણ હાલતમાં પણ અડગ રહ્યાં હતા. સારવાર બાદ તેઓ પરત ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.

ગુજરાતનાં લોકો ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસના સમર્થનમાં ઉતરી આવ્યા હતા. પોલીસનાં સમર્થનમાં લોકોએ ટ્વીટ કરવા લાગ્યા હતા. અને #gujaratpolice અને #AhmedabadPolice ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગ્યા હતા.

ઉપદ્રવીઓ દ્વારા પોલીસ પર આચરવામાં આવેલી આ હિંસાના દ્રશ્યો જોઈને હચમચી ઉઠ્યા હતા. જે રીતે તોફાની તત્વોએ પોલીસને ટાર્ગેટ કરીને તેમનાં પર પથ્થરમારો કર્યો હતો તે જોઈને ગુજરાતી લોકોનું હૈયું કાંપી ઉઠ્યું હતું. અને તરત જ લોકો ગુજરાત અને અમદાવાદ પોલીસના સમર્થનમાં ઉતરી આવ્યા હતા. અને ધડાધડ ટ્વીટર પર #gujaratpolice અને #AhmedabadPolice સાથે પોલીસના સમર્થનમાં ટ્વીટ થવા લાગી હતી.

ગુજરાત પોલીસ પર થયેલી આ હિંસાનો વીડિયો જોઈ દેશભરનાં લોકો હચમચી ગયા હતા. અને તેઓ પણ ગુજરાત અને અમદાવાદ પોલીસને સમર્થન આપવા આગળ આવ્યા હતા. ટ્વીટર પર ગુજરાત અને અમદાવાદ પોલીસનો હેશટેગ ટોપ ટ્રેન્ડમાં આવી ગયો હતો. અત્યાર સુધી 14 હજારથી વધુ લોકોએ ગુજરાત પોલીસનાં સમર્થનમાં ટ્વીટ કરી ચૂક્યા છે. તો 9 હજારથી પણ વધુ લોકો અમદાવાદ પોલીસના સમર્થનમાં ટ્વીટ કરી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો