વાલીઓના ખિસ્સા ખંખેરવાના કારસ્તાનનો પર્દાફાશ, ઓનલાઇન ક્લાસ ચલાવી સંપૂર્ણ ફી વસૂલવાનો જાણો નવો કીમિયો

કોરોના મહામારીના હિસાબે ૧૫મી ઓગસ્ટ સુધી સ્કૂલો શરૂ થવાની નથી ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરની ખાનગી સ્કૂલો દ્વારા ઓનલાઇન વર્ગો ચલાવવાના ઓઠા હેઠળ વાલીઓના ખિસ્સા ખંખેરવાનું કારસ્તાન ચલાવવામાં આવી રહ્યું છે. કારણ કે, નિયમિત સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું રોજનું ૬થી લઈને ૮ કલાક સુધીનું શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવતુ હોય છે. પરંતુ હાલમાં ખાનગી સ્કૂલો દ્વારા માત્ર બે-ત્રણ કલાક ઓનલાઇન વર્ગો ચલાવવામાં આવે છે અને તેની સામે ફી તો સંપૂર્ણ જ વસૂલવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

થલતેજની ઉદ્ગમ સ્કૂલ દ્વારા તો ત્રણ મહિનાની ફી તો વસૂલી લીધી છે અને આગામી બીજી ત્રણ મહિનાની ફી ૭ જુલાઈ સુધીમાં ભરવા વાલીઓને સૂચના આપી હોવાનું ખુદ વાલીઓ મારફતે જાણવા મળ્યું છે. આ સિવાય સ્કૂલોમાં વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવતો હતો તેમજ સ્પોર્ટ્સ ગેમ્સ રમાડવામાં આવતી હતી આ તમામ એક્ટિવિટી હાલમાં બંધ હોવા છતાં મૂળ ફીમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.

બે કલાક ઓનલાઇન ક્લાસ, પણ ઉદ્ગમે સંપૂર્ણ ફી વસૂલી

ઉદ્ગમ સ્કૂલ દ્વારા હાલમાં ઓન લાઇન વર્ગો ચલાવવાના બહાને વાલીઓને પાસેથી ત્રણ મહિનાની ફી ઉઘરાવી લીધી છે. એટલુ જ નહીં આગામી ત્રણ મહિનાની ફી પણ ૭મી જુલાઈ સુધી ભરવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ સ્કૂલ દ્વારા માત્ર રોજના બે કલાક જ ઓનલાઇન વર્ગો ચલાવાય છે. પૂરતા કલાક વર્ગો ચાલતા ન હોવા છતાં સંપૂર્ણ ફી વસૂલવામાં આવી રહી હોવાના વાલીઓએ આક્ષેપ કર્યા છે.

બોપલની ડીપીએસમાં પણ ચાર કલાક ઓનલાઈન ક્લાસ

મોટાભાગે સ્કૂલમાં ઓછામાં ઓછું ૬ કલાક જેટલું શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવતું હોય છે. અન્ય ખાનગી સ્કૂલોની માફક બોપલની ડીપીએસ સ્કૂલ દ્વારા પણ ઓનલાઇન વર્ગો ચલાવવાના બહાને વાલીઓ પાસેથી ફીના ઉઘરાણા કરવામાં આવી રહ્યાં છે. આ સ્કૂલ દ્વારા પણ ૩થી ચાર કલાક જ ઓનલાઇન ભણાવવામાં આવતું હોવાનું વાલીઓ જણાવી રહ્યાં છે.

જે.જી.સ્કૂલમાં પરાણે ટેક્સ્ટબુક્સનું વેચાણ

જે.જી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા નિયમિત છથી સાત કલાક જેટલુ શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવતું હતું પરંતુ હાલમાં ઓનલાઈન વર્ગો ૪ કલાક જેટલા ચલાવવામાં આવે છે જેમાં પણ વચ્ચે-વચ્ચે બ્રેક પાડવામાં આવે છે. મહત્વનું છે કે, આ સ્કૂલ દ્વારા એફઆરસીમાં જ્યારે ફી માટે ફાઈલ મૂકવામાં આવી હતી તે સમયે એવો દાવો કર્યો હતો કે, અમે ત્રણ ટાઈમ બાળકોને જમવાનું અને એક ટાઈમ ફૂડ આપીએ છીએ. સ્કૂલમાં દરરોજ ૧૪ એક્ટિવિટી અને ૧૨ સ્પોર્ટસ એક્ટિવીટી અને યોગા પ્રવૃત્તિ કરાવાય છે. જોકે હાલમાં આ તમામ બંધ હોવા છતાં ફીમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો