હવા એટલી સાફ થઈ ગઈ છે કે જલંધરથી 200 કિમી દૂર આવેલા હિમાલયના બર્ફીલા પહાડ દેખાવા લાગ્યા!

કોરોનાવાઈરસના પ્રતાપે દેશભરમાં છેલ્લા એક અઠવાડિયા કરતાં પણ વધુ સમયથી સડક, રેલ અને હવાઈ વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ છે. તેના પ્રતાપે દેશમાં પ્રદૂષણના સ્તરમાં પણ નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. તેની અમુક પોઝિટિવ સાઈડ ઈફેક્ટ્સ દેખાવા પણ માંડી છે. જેમ કે, શુક્રવારે પંજાબના જલંધરવાસીઓ ઊઠ્યા ત્યારે તેઓ ક્ષિતિજે દેખાતું દૃશ્ય જોઈને આનંદ અને આશ્ચર્યથી ઊછળી ઊઠ્યા. કેમ કે, ઉત્તર દિશાની ક્ષિતિજે હિમાલયની બર્ફીલી પર્વતમાળા એકદમ સ્પષ્ટ નજરે પડી રહી હતી. રસપ્રદ વાત એ છે કે જલંધરમાંથી દેખાતી હિમાચર પ્રદેશની એ ‘ધૌળાધાર રેન્જ’ની બર્ફીલી પર્વતમાળા જલંધરથી 200 કિલોમીટર કરતાં પણ વધુ અંતરે આવેલી છે. જલંધરવાસીઓ સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે છેલ્લા ત્રણેક દાયકામાં આવું દૃશ્ય પહેલીવાર જોવા મળ્યું છે.

સામાન્ય રીતે અતિશય પ્રદૂષિત રહેતા પંજાબનાં લુધિયાણા જેવાં શહેરમાં પણ અત્યારે એર ક્વોલિટી ઈન્ડેક્સ 50થી નીચે આવી ગયો છે, જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડનાં માનક પ્રમાણે ‘ગુડ’ની કેટેગરીમાં આવે છે અને તે પર્યાવરણને મિનિમમ નુકસાન પહોંચાડે છે. દિલ્હીમાં દર શિયાળે માથાનો દુખાવો સર્જતું પરાળી બાળવાનું કામ શરૂ થાય ત્યારે પંજાબનો આ પોલ્યુશન ઈન્ડેક્સ 400ને અડી જાય છે.

ખેર, અત્યારે તો જલંધરવાસીઓ લોકડાઉનમાં પોતપોતાનાં ઘરોની અગાશીએથી હિમાલયદર્શન કરી રહ્યા છે અને તેના જથ્થાબંધ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યા છે.

જલંધરથી દેખાતી ધૌળાધાર રેન્જની ઉંચાઈ 3500 મીટરથી 6000 મીટર જેટલી છે, જે હિમાચલ પ્રદેશના મંડીથી લઈને કુલ્લુમાંથી વહેતી બિયાસ નદી સુધી લંબાય છે. ત્યાંથી તે બારાભંગલ થઈને પીરપંજાલને અડે છે ચંબા તરફ જાય છે.

પંજાબના હોશિયારપુરમાં આ નેચરલ વન્ડર જેવો નજારો છેલ્લા થોડા દિવસથી દેખાવા માંડ્યો હતો, જ્યારે જલંધરમાં આજે વાતાવરણ એકદમ સ્પષ્ટ થયું છે.

ઘણી મોટી ઉંમરની સ્ત્રીઓએ તો આ નરી આંખે દેખાતાં દૃશ્યોની પૂજા પણ કરી અને કહ્યું કે, ‘અમે આ ઉંમરે નવરાત્રિમાં ચિંતપૂર્ણી, જ્વાલાજી, ચામુંડા માતાનાં દર્શને જઈ શકીએ નહીં, એટલે ઉપરવાળાએ સામે ચાલીને અમને દર્શન આપ્યાં છે.’

શુક્રવારે આખા દિવસ દરમિયાન ‘જલંધર’ હેશટેગ પણ ટ્વિટર પર ટ્રેન્ડિંગમાં રહ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો