સુરતના આ નરાધમે 8000 કરતાં પણ વધુ નકલી રેમડેસિવીર ઇન્જેક્શન વેચી નાખ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું

કોરોનાના ગંભીર દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતું રેમડેસિવીર ઇન્જેક્શન ગુજરાતમાં મુશ્કેલીથી મળી રહ્યું હોવાના કારણે કેટલાક લેભાગુ તત્ત્વો ઇન્જેકશનની કાળા બજારી કરી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક લોકો દર્દીના સગા સંબંધીઓને ત્રણથી ચાર ગણા ભાવમાં ઇન્જેક્શન વેચી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક ઇસમો નકલી ઇન્જેક્શન પણ દર્દીના પરિવારના સભ્યોને વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે 4 દિવસ પહેલા સુરતના ઓલપાડ વિસ્તારમાં આવેલા પિંજરતના એક ફાર્મ હાઉસમાં નકલી રેમડેસિવીર ઇન્જેક્શનનું કારખાનું ઝડપાયું હતું. પોલીસે રેડ દરમ્યાન નકલી ઇન્જેક્શન બનાવતા આરોપીની ધરપકડ કરી હતી. આ રેડ મોરબી પોલીસે સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદથી કરી હતી. પોલીસને રેડ દરમિયાન 60 હજાર રૂપિયાના નકલી ઇન્જેક્શન મળી આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પોલીસે કૌશલ વોરા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે પોલીસની તપાસમાં સામે આવ્યુ હતું કે આરોપીએ માત્ર મોરબીમાં 5000 જેટલા નકલી ઇન્જેક્શનો વેચ્યા હતા અને હાલ સુરત પોલીસને સંભાવના છે. આ આરોપીએ સુરતમાં જ 8 હજાર કરતાં પણ વધારે ડુબલીકેટ ઇન્જેક્શનનું વેચાણ કર્યું છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી કૌશલ વોરાએ જયદેવસિંહ ઝાલા સહિત 4 વ્યક્તિઓને આ ઇન્જેક્શનનું વેચાણ કર્યું હતું આની સાથે જ તેને અમદાવાદ અને મોરબીમાં પણ ઇન્જેક્શનના જથ્થાને સપ્લાય કર્યો હતો.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી કૌશલ અને તેના સાગરીતોએ સાથે મળીને 8 હજાર જેટલા ઇન્જેક્શન વેચ્યા છે અને હજુ પણ પોલીસને આશંકા છે કે, હજુ ઘણા નકલી ઇન્જેક્શનો માર્કેટમાં કાળા બજાર કરવા માટે ફરી રહ્યા છે. પોલીસ દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી છે કે, જો કોઈ પણ ખાનગી વ્યક્તિ કાળા બજારમાં વધુ રૂપિયા લઈને ઇન્જેક્શન આપે તો તાત્કાલિક આ બાબતે પોલીસને જાણ કરવામાં આવે જેથી પોલીસ અન્ય આરોપીઓને ઝડપી પાડે.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, ઝડપાયેલા આરોપીઓમાં ફાઇનાન્સર જયદેવ વેલુભાએ પહેલા 8 જેટલા ઇન્જેક્શનની ખરીદી કરી હતી. આ ઉપરાંત વેલુભા શરૂઆતમાં 134 ઈન્જેક્શન લીધા હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા હતા અને પોલીસના રિમાન્ડ દરમિયાન આ આરોપીએ શરૂઆતમાં 200 ઇન્જેક્શન ખરીદવાની કબુલાત કરી હતી અને તેમાંથી તેને 90 ઇન્જેક્શન વડોદરા અને પંચમહાલમાં વેચ્યા હોવાનું પણ કબુલાત કરી હતી. આરોપીઓની વધુ પૂછપરછ દરમિયાન હજુ કેટલાક આરોપીઓ પકડાઈ તેવી પણ આશંકા સેવાઇ રહી છે. કોરોનાની મહામારી વચ્ચે સરકાર અને આરોગ્ય વિભાગ લોકોને બચાવવાના પ્રયાસો કરી રહ્યું છે અને તેમાં આવા લેભાગુ તત્ત્વો લોકોના જીવને જોખમમાં મૂકવાના પ્રયાસ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો