અમદાવાદના અસલાલીમાં એકલવાયું જીવન જીવતી વિધવા મહિલાની કરપીણ હત્યાથી મચી ગઇ સનસનાટી, આરોપીઓએ હત્યા પહેલા શરીર સુખની કરી હતી માંગણી

અમદાવાદના અસલાલીમાં એકલવાયું જીવન જીવતી વિધવા મહિલાની કરપીણ હત્યાથી સનસનાટી મચી ગઇ છે. મહિલાની હત્યા કરીને આરોપીએ લાશ કૂવામાં ફેંકી દીધી હતી. આરોપીઓએ મહિલાના ઘરમાંથી ચોરી કરતા મહિલાએ ઠપકો આપ્યો હતો જેથી હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. અસલાલી પોલીસે હત્યાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અસલાલીમાં કાસિન્દ્રા ગામમાં એકલવાયું જીવન જીવતી શોભના ચુનારાની કરપીણ હત્યા કરવામાં આવી. શોભના ચુનારાના ઘરે તેના સંબધી આવ્યા હતા, જેમા તેમને ઘરનોં દરવાજો ખોલ્યો તો લોહીના નિશાન હતા. કંઇક અનિચ્છનીય બનાવ બન્યો છે તેવુ લાગતા સંબધીએ તરતજ તેના પરિવારને જાણ કરી હતી અને પોલીસને જાણ કરી હતી. ખેતરોમાં એકલી રહેતી શોભનાના ઘરે લોહી હોવાની વાત જાણીને પોલીસ તેમજ પરિવારજનો દોડી આવ્યા હતા અને તપાસ શરુ કરી હતી. પોલીસ તેમજ પરિવારજનોએ અલગ-અલગ વિસ્તારમાં શોધખોળ શરુ કરી પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો નહી. જોકે થોડાક સમય બાદ એક કુવા પાસે ઉગેલી ઝાંડીમાં દુપટ્ટો લટકતો પોલીસ અને પરિવારજનોને નજરે પડ્યો હતો. આ દુપટ્ટો બીજા કોઇનો નહી પરંતુ શોભનાનો હતો. જેથી પોલીસ અને પરિવારના લોકો ત્યા દોડી ગયા હતા. કૂવો ઉંડો હતો જેથી તેમા કંઇ દેખાયુ નહી, જેથી પોલીસે તેમના માણસો નીચે ઉતારતા શોભનાની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવી હતી.

શોભનાની હત્યાને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી જેમાં ખુલ્યું કે થોડા દિવસ પહેલા નજીકમાં રહેતા પરેશ ચુનારાએ મૃતક શોભનાના ખેતરમાંથી ઘઉં અને સ્પીકરની ચોરી કરી હતી. જેથી શોભનાએ ઠપકો આપતા તેમની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. પોલીસે આ યુવકની પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પરેશ ચુનારા અને કિરણ તળવીએ શોભનાની હત્યા કરી હતી. બંને મોડી રાત્રે શોભનાના ઘરે ગયા અને માથામાં કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી હતી અને લાશનો નિકાલ કરવા માટે કૂવામાં નાંખવાનું નક્કી કર્યુ હતું. બન્ને યુવકોથી લાશનો નિકાલ નહી થતા તેમણે મિત્ર રાજુ ઠાકોરને બોલાવ્યો હતો. ત્રણેય જણાએ ભેગા થઇને ખાટલાના ગોદળા સહિત શોભનાની લાશને ઉચકીને કુવામાં ફેંકી દીધી હતી. મહત્વનું છે કે આરોપીઓએ મૃતકને મારતા પહેલા શરીર સંબધ બાંધવા માટેની પણ માંગણી કરી હોવાનું ખુલ્યું છે.

અસલાલી પોલીસે પરેશ ચુનારા, કિરણ તળવી અને રાજુ ઠાકોરની ધરપકડ કરી છે. આરોપીઓના કોરોના રિપોર્ટ કઢાવીને વધુ પૂછપરછ શરૂ કરી છે. જોકે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે માટે પોલીસે સાયન્ટીફિક પુરાવા એકઠા કરવાની જતવીજ હાથ ધરી છે. કારણ કે હત્યાના કેસમાં કોઈ સાક્ષી નથી. માટે પુરાવાના આધારે પોલીસ આરોપીને કડક સજા થાય તે રીતે કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો