ACBનો સપાટો: ધોળકામાં જમીનમાં નામ દાખલ કરાવવા 25 લાખની લાંચ લેતા મામલતદાર સહિત પૂર્વ પ્રમુખને ACBએ રંગેહાથ ઝડપી લીધા

ધોળકામાં મામલતદાર 25 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયાં છે. જમીનમાં નામ ચડાવવા માટે મામલતદારે 25 લાખ રુપિયાની લાંચ માંગી હતી. જોકે, એસીબીની ટીમે મામલતદાર પાસેથી 20 લાખ અને વચેટિયા પાસેથી 5 લાખની લાંચની રકમ કબજે લીધી હતી. જો કે ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં મામલતદારને લાંચની રકમ લેતા ઝડપી લીધા હતા. ACBએ મામલતદાર પાસેથી 20 લાખ તેમજ વચેટિયા પાસેથી 5 લાખની રકમ ઝડપી છે. મામલતદાર હાર્દિક મોતીભાઈ ડામોર ખેડૂત બનાવવા માટે રુપિયા 25 લાખની માંગ કરી હતી. આ માટે વચેટિયા તરીકે નેતાને રાખ્યા હતા. ધોળકા પાલિકાના પૂર્વ પ્રમુખ એવા વચેટિયા જગદીશ જેઠાભાઈ પરમાર પાસેથી 5 લાખ રૂપિયા મળ્યા છે.

ફરીયાદીની જમીન બદરખાની સીમમાં આવેલી સર્વે નં. 269 (અ) જમીનમાં ક્ષેત્રફળ સુધારણા અંગેની અરજી મામલતદાર કચેરી ધોળકા ખાતે આપી હતી. જે આધારે ક્ષેત્રફળ સુધારણા અંગેની કામગીરી કરી આપવા બદલ રૂ.25,00,000ની માંગણી કરવામાં આવી હતી. આ રકમ ફરીયાદી આપવા ન માંગતા હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જે બાદમાં લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

લાંચ મામલે ગુજરાત લાંચ રુશ્વત વિરોધ બ્યૂરો તરફથી એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરમાં આણંદના એક ASIને 50 લાખની લાંચ લેતા પકડી લેવામાં આવ્યા હતા. હવે આ કડીમાં ACB તરફથી ફરી મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને એક મામલતદારને રૂપિયા 25 લાખના લાંચ કેસમાં પકડી લેવામાં આવ્યો છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે લાંચ લેતા પકડાયેલા મામલતદાર હાર્દિક ડામોરના પિતા પૂર્વ SP રહી ચૂક્યા છે, તેમજ તેમણે ACBમાં પણ કામ કર્યું છે. એટલું જ નહીં, તેમના ભાઈ તામિલનાડુમાં IGP કક્ષાના અધિકારી છે. ધોળકાના મામલતદાર હાર્દિક ડામોરની ઓફિસમાંથી રૂપિયા 20 લાખ કબજે કરવામાં આવ્યા છે. આ કેસમાં વચેટીયા પાસેથી પણ પાંચ લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ધોળકાના મામલતદાર હાર્દિક ડામોર અને અન્ય આરોપી જગદીશ પરમાર દ્વારા ફરિયાદી પાસેથી રૂપિયા 75 લાખની લાંચ માંગવામાં આવી હતી.

ફરિયાદીની ધોલેરા હાઈવે પાસે રૂપગઢમાં જમીન આવેલી છે. આ જમીન સંપાદન થવાની હતી પરંતુ ફરિયાદીના દાદા અને પિતા ખેડૂત હતા પરંતુ તેમનું નામ ખેડૂતમાંથી નીકળી ગયું હોવાથી તેમણે ખેડૂત બનવા અરજી કરી હતી.આ અંગેની કાર્યવાહી ચાલી રહી હતી. આ પ્રક્રિયા માટે મામલતદાર તરફથી 75 લાખની લાંચ માંગવામાં આવી હતી. અંતે આ માટે કુલ 25 લાખ રૂપિયા નક્કી કરાયા હતા. જે પ્રમાણે ફરિયાદીએ 20 લાખ રૂપિયા હાર્દિક ડામોરની ઓફિસમાં મૂકી દીધા હતા તેમજ પાંચ લાખ રૂપિયા જગદીશ પરમારને આપ્યા હતા. એવી પણ માહિતી મળી છે કે આરોપી જગદીશ પરમાર બે વખત નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. આ કેસમાં તમામ વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે.લાંચ લેતા ઝડપાયેલાઓમાં હાર્દિકભાઇ મોતીભાઈ ડામોર, મામલતદાર કચેરી, વર્ગ-2, રહે. 14, આકાશ બંગ્લોઝ, કલીકુંડ, ધોળકા, મુળ ઝાબ પૂર્વ, તા-ફતેપુરા, જી-દાહોદ) તથા જગદીશભાઈ જેઠાભાઈ પરમાર (ખાનગી વ્યક્તિ) રહે. વણકરવાસ, સોનાર કુઈ, ધોળકાનો સમાવેશ થાય છે.

ગુજરાત ACB વર્ષ 2020માં 198 કેસ કરીને 307 ભ્રષ્ટ સરકારી અને ખાનગી બાબુઓને લાંચ લેતાં રંગેહાથે પકડ્યા હતા, જેમાં વર્ગ-1ના 7 બાબુઓ સામેલ છે. અપ્રમાણસર મિલકતના 38 કેસ કરીને રૂ.50.11 કરોડની બેનામી મિલકતો શોધી હતી. મહત્ત્વનું છે કે 2020ના વર્ષમાં ACBના કેસોમાં સજાનો દર 40 ટકા રહ્યો હતો તેમજ એસીબીની ટ્રેપમાં પકડાયેલા દરેક સરકારી બાબુને સરેરાશ 31 દિવસ સુધી જેલવાસ થયો હતો. ઉલ્લેખનીય છે કે ACBએ ભૂતકાળના વર્ષો કરતાં ચાલુ વર્ષે સૌથી વધુ ધરપકડ અને અપ્રમાણસર મિલકતો શોધી કાઢી છે.

ભ્રષ્ટ સરકારી બાબુઓની બેનામી મિલકતો શોધવા માટે યુનિટની રચના સમગ્ર દેશમાં સૌથી પહેલા ગુજરાત ACBમાં કરાઇ છે. વર્ષ 2020માં ACB દ્વારા પકડાયેલા 275 આરોપીને કુલ 8513 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું, જેમાં 56 આરોપી સાથે સુરત પહેલા નંબરે, 53 આરોપી સાથે વડોદરા બીજા નંબરે અને 44 આરોપી સાથે અમદાવાદ-રાજકોટ ત્રીજા નંબરે રહ્યા હતા.

અધિકારીઓનો લોભ થોભતો નથી. ACB દ્વારા આજે પણ ભ્રષ્ટાચારને લઇને લોકોમાં જાગૃતિ આવે એ માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ACB દ્વારા 1064 હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે, જેમાં પણ ACBને સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે.

જાહેર સેવકોએ વસાવેલી અપ્રમાણસરની મિલકતો અને બેનામી મિલકતો શોધી કાઢી તેમની વિરુદ્ધ વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે સમગ્ર દેશમાં સૌપ્રથમ ગુજરાત એસીબીમાં એક આસિસ્ટન્ટ ડાયરેક્ટરના અધ્યક્ષપણા હેઠળ એક BaDA (બેનામી અને અપ્રમાણસર મિલકત યુનિટ)ની રચના કરી છે, જે દેશમાં સૌપ્રથમ ગુજરાત એ.સી.બી.માં શરૂઆત થયેલી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો