આ જીવદયા ગ્રુપ પશુ સેવા માટે 24 કલાક ખડેપગે ઉભું રહે છે, 30 હજારથી વધુ પશુઓની નિશુલ્ક સારવાર કરી

થાન જીવદયા ગૃપ દ્વારા શહેરમાં છેલ્લા 12 વર્ષથી બિમાર પશુઓની સારવાર કરવાની સાથે પાંજરાપોળ ચલાવવામાં આવે છે. જેમાં હાલ 300થી વધુ પશુઓનો નિભાવ કરાઈ રહ્યો છે ત્યારે આ ગ્રુપના 60થી વધુ યુવાનો 24 કલાક બિમાર પશુઓની સારવાર કરવા માટે ખડે પગે રહે છે અને થાન શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ગમે ત્યાં બિમાર પશુઓની નિશુલ્ક સારવાર કરી આપે છે. અને અત્યાર સુધીમાં અંદાજે 30 હજારથી વધુ પશુઓની સારવાર કરાઈ છે.

આજથી અંદાજે 12 વર્ષ પહેલા થાનના જયરાજભાઇ ખાચર, લાલભાઇ, ઘનુભા, સચીન પ્રજાપતિ, ફીરોઝ ખાન, મુનાભાઇ ગઢવી સહીતના જીવદયાગૃપના યુવાનોએ શહેરમાં રખડતાં પશુઓને નિભાવવા માટે પાંજરાપોળમાં સેવા આપવાની શરૂઆત કરી હતી પરંતુ બિમારી સમયે પશુઓને યોગ્ય સારવાર ન મળતી હોવાથી આ યુવાનોએ બિમાર પશુઓની સારવાર કરવા માટેના સેવાયજ્ઞ આરંભ્યો હતો. જેમાં શરૂઆતમાં યુવાનોના ગૃપ દ્વારા કોઇ પણ બિમાર પશુ આવે તો પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ મોકલી આપતા હતા.

માત્ર એક કોલ કરવા પર ડોક્ટર્સની ટીમ સાથે પહોંચી જાય છે, ગ્રુપમાં છે 60થી વધુ યુવાનો

પરંતુ હાલ ગૃપ દ્વારા પશુ ડૉક્ટરો રાખવામાં આવ્યા છે અને થાન શહેર તેમજ આસપાસના વિસ્તારમાંથી 24 કલાકમાં ગમે ત્યારે બિમાર પશુ અંગે ફોન આવે તો ગૃપના સભ્યો ડોક્ટરની ટીમ સાથે સારવાર માટે પહોંચી જાય છે. પાંજરાપોળના ખર્ચને પહોંચી વળવા માટે યુવાનો દ્વાર દર અગીયારસે શહેરમાં ઝોળી ફેરવી દાન એકત્રીત કરાય છે તેમજ હાલમાં પાંજરાપોળમાં રહેલા પશુઓના લાભાર્થે 4 એપ્રીલથી રામકથાનું પણ આયોજન કર્યું છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો