સુરતમાં લોકડાઉનના લીધે આર્થિક સ્થિતિ કફોડી બની જતા કાપડના વેપારીએ કર્યો આપઘાત!

કોરોના વાયરસ (Coronavirus)ને લઈને સતત વેપાર અને ઉદ્યોગ બંધ રહેતા આર્થિક ભીંસ વધતા માનસિક તાણ (Mental Trace due to Lockdown) અનુભવતા લોકો ન કરવાનું કરી લેતા હોય છે. સુરતના અડાજણ (Surat Adajan Area) વિસ્તારમાં રહેતા એક કાપડ વેપારીએ આવેશમાં આવીને ગતરોજ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોના વાયરસને લઇને સતત લૉકડાઉન વચ્ચે વેપાર ઉધોગ સતત બંધ રહેતા લોકો આર્થિક ભીંસ અનુભવતા હોય છે. આ સાથે લોકો સતત માનસિક તાણને લઇને એવા પગલાં ભરી લેતા હોય છે જે બાદમાં તેમના પરિવારે રડવાનો વારો આવે છે. સતત લૉકડાઉન લઇને 65 દિવસથી વેપાર બંધ રહેતા સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા અભિનવ એપાર્ટમેન્ટમાં રહેતા 42 વર્ષીય સંજય શોભરાજ બટાનીએ આપઘાત કરી લીધો છે.

સંજય બટાની ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ દલાલ તરીકે કામ કરતા હતા. તેઓ લૉકડાઉનમાં વેપાર બંધ રહેતા આર્થિક ભીંસમાં આવી જતા છેલ્લા ઘણા દિવસોથી માનસિક તાણ અનુભવતા હતા. પત્ની જ્યારે ચિંતા વિશે પૂછતી ત્યારે તેઓ કહેતા કે ઘરમાં રહીને મારું મગજ ખાલી ખાલી થઈ ગયું છે. આ બાબતે મરનારના સાળા વિજયભાઈએ પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, લૉકડાઉનને કારણે કાપડનું કામ દિવાળી પહેલા ચાલુ નહીં થાય.

આ વાતને લઈને સંજયભાઈએ માનસિક તાણ સાથે આર્થિક ભીંસ વધી જતા ગતરોજ પોતાના ઘરમાં રૂમમાં છતની એંગલ સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. પરિવારને આ અંગેની જાણ થતાં તેમણે તાત્કાલિક અડાજણ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચીને ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો