સુરતમાં કોરોનાએ વધુ એકનો ભોગ લીધો: કાપડનો ધંધો ચોપટ થતા વેપારીએ કર્યો આપઘાત, કારખાનામાં જ જિંદગી ટૂંકાવી

કોરોના મહામારી ને લઇને વેપાર ધંધો બરાબર ચાલતો ન હોવાની સાથે વેપાર માટે લીધેલ કારખાનાનું ભાડું ચડતું હોવાના કારણે આર્થિક તણાવ અનુભવતા કતારગામના એક વેપારએ આપઘાત કરી લેતા ખળભળાચટ મચી ગયો છે. પોતાના કાપડના યુનિટમાં બે દિવસ પહેલા કારખાનેદારે ઝેરી દવા પીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બે દિવસની ટૂંકી સારવાર બાદ આડે વેપારીનું કરુણ મોત થયું. છે જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આમ કોરોનાના કારણે વધુ એક વેપારીએ આપઘાત કરી લીધો છે. શહેરમાં અગાઉ પણ કોરાનાની મંદીના કારમે જિંદગી ટૂકાવી આપઘાત કરી લેનારા વ્યવસાયી, વેપારીઓના કિસ્સા નોંધાઈ ચુક્યા છે. ખાસ કરીને હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલની કોરોનાએ કમર ભાંગી નાખી છે ત્યારે આ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોમાં આત્મહત્યાના કિસ્સા વધવા લાગ્યા છે.

આ ચકચારી બનાવની વિગત એવી છે કે મૂળ જૂનાગઢના વતની અને સુરતના અમરોલીના છાપરા ભાઠા ખાતે સ્ટાર ગેલેક્સીમાં રહેતા 53 વર્ષીય રમેશચંન્દ્ર નાનજીભાઇ જાદવે કતારગામ વિસ્તારમાં હરેકૃષ્ણ સોસાયટીમાં સાડી બનાવતા માટે કારખાનું ભાડે લીધું હતું. જોકે કોરોના મહામારી આવતા પહેલા લોકડાઉન અને ત્યાર બાદ વેપાર બરાબર ન ચાલતો હોવાને કારણે સતત ભાડું ચ઼ડી રહ્યું હોવાને લઈને ભાડાનું દેવું થઇ ગયું હતું.

બીજી બાજુ પરિવારનો આર્થિક ભાર પણ વધી રહ્યો હતો. જેને લઈને રમેશ ભાઈ છેલ્લા 15 દિવસ થી સતત માનસિક તાણ અનુભવતા હતા. જોકે રમેશ ભાઈને છેલ્લે કોઈ રસ્તો નહિ દેખાતા બે દિવસ પહેલાં કતારગામ વિસ્તારમાં આવેલ પોતાના કાપડ યુનિટમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

જોકે ઘટનાની જણકારી પરિવાર સાથે કાપડ યુનિટના પાડોસીને મળતા રમેશ ભાઈને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે દિવસ ની ટૂંકી સારવાર બાદ રમેશ ભાઈનું મોત થયું હતું. જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે જોકે રમેશ ભાઈના આ પગલાંને લઈએ પરિવર માં પત્ની અને એક પુત્ર અને પુત્રી હાલ શોકમાં ગરકાઉ થઇ ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો