આખી ઈમારત બોમ્બથી ઉડાવી પુલવામાં હુમલાના માસ્ટરમાઈન્ડ ગાઝી સહિત બે આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના પિંગલિનામાં ગઈકાલ મોડી રાતથી ચાલી રહેલા એનકાઉન્ટરમાં સુરક્ષાદળોએ જૈશ એ મોહમ્મદના બે આતંકીઓને ઠાર કરી દીધા છે. અહેવાલો અનુસાર આ આતંકીઓમાં સમગ્ર દેશમાં જેના માટે આક્રોશ છે તેવા પુલવામા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર ગાઝી રશીદ અને કમાન્ડર કામરાને ઠોકી દેવામાં આવ્યા છે. જોકે હજુ સુધી આ અહેવાલને સત્તાવાર પુષ્ટી નથી મળી પરંતુ સેનાના જવાનોએ આતંકવાદીઓ જે ઇમારતમાં છુપાયા હતા તે ઇમારતને જ બોમ્બ વડે ઉડાવી દીધી છે.

આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં સેનાની રણનીતિ બદલાઈ

મીડિયા રિપોર્ટ્સના મતે કામરાન અને ગાઝી રશીદ પુલવામા હુમલા બાદ ભાગવામાં સફળ રહ્યા હતા. જ્યારે એક આતંકી મોહમ્મદ આદિલ ડાર મરી ગયો હતો. મળતા અહેવાલો મુજબ ગાઝી જૈશ એ મોહમ્મદના આતંકી સરદાર મસૂદ અઝહરનો સૌથી નજીકનો વિશ્વાસી સાથી છે. ગાઝીએ IED બનાવવા અને ગોરિલ્લા યુદ્ધની ટેક્નિક માટે તાલિબાન પાસે ટ્રેનિંગ લીધી હતી. આ કામ માટે જૈશ એ મોહમ્મદમાં તેને સૌથી ભરોસાપાત્ર ગણવામાં આવાતો હતો. આ ગાઝી જ પુલવામા હુમલા પાછળનો મુખ્ય કાવતરાખોર હતો.

માસ્ટરમાઇન્ડ ગાઝી સહિત 2 આતંકવાદીઓ ઠાર

અહેવાલ છે કે ગત 9 ડિસેમ્બરે જ ગાઝી સીમા પાર કરીને કાશ્મીરમાં ઘુસણખોરી કરવામાં સફળ રહ્યો હતો. તે પહેલાથી જ સુરક્ષા દળોના રડાર પર હતો. પરંતુ પુલવામા હુમલા પછી તો છુપાતા ફરતા ગાઝીને પકડી પાડવા માટે મોટાપાયે અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. જેના ભાગરુપે માહિતીના આધારે રવિવાર મોડી રાત અને સોમવાર વહેલી સવારથી જ સુરક્ષાદળોએ તેના છુપાવાના ઠેકાણાને ઘેરીને ચારે તરફથી હુમલો કર્યો હતો.

મેજર સહિત પાંચ જવાનો પણ શહીદ

આ અથડામણમાં 55 રાષ્ટ્રીય રાઇફલન્સના મેજર સહિત પાંચ જવાન શહીદ થયા છે. અથડામણ દરમ્યાન એક સામાન્ય નાગરિકનું પણ મોત થયું. શહીદોમાં મેજર ડીએસ ડોન્ડિયાલ, હેડ કોન્સ્ટેબલ સેવરામ, સિપાહી ગુલઝાર અહમદ, સિપાહી અજય કુમાર અને સિપાહી હરિ સિંહ હતા. તમામ શહીદ જવાન 55 રાષ્ટ્રીય રાઇફલ્સના હતા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close