મકાન માલિકે દેખાડી દરિયાદિલી: લોકડાઉનના કારણે આ ભાઈએ પોતાના 75 ભાડુઆતના રુપિયા 3.40 લાખનું એપ્રિલ મહિનાનું ભાડું કર્યું માફ

તેલંગણાના એક મકાન માલિકે લોકડાઉન દરમિયાન જે દરિયાદિલી દર્શાવી છે તેવી તો ભાગ્યે જ કોઈએ દર્શાવી હશે. આ મકાન માલિકે એક-બે નહીં પૂરા 75 ભાડુઆતોનું એપ્રિલ મહિનાનું ભાડું માફ કર્યું છે જેની કુલ રકમ 3.4 લાખ રુપિયા છે. ત્રણ – ત્રણ બિલ્ડિંગના માલિક એવા 41 વર્ષીય કોડુરી બાલાલિંગમે પોતાના ભાડુઆતોને કહ્યું કે તેમણે એપ્રિલ મહિનાનું ભાડું ચુકવવાની જરુર નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

હૈદરાબાદના બાલાનગરમાં રહેતા કોડુરી બાલાલિંગમે કહ્યું કે ‘મને ખબર છે કે ભૂખ શું હોય છે, મે પણ જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે ત્યારે અહીં સુધી પહોંચ્યો છું. હું નથી ઈચ્છતો કે આમાંથી કોઈપણ પરિવાર આ સંકટના સમયે વધુ મુશ્કેલીનો સામનો કરે. મારી ત્રણેય બિલ્ડિંગમાં મોટાભાગે 1BHK ફ્લેટ છે જેમાં મોટાભાગે કારખાનામાં મજૂરી કરતા બિહારના લોકો રહે છે. આ તમામનું ભાડું માફ કરી દીધું છે. જેની કુલ રકમ લગભગ 3.4 લાખ થવા જાય છે.’

કોડુરીએ તો ત્યાં સુધી કહ્યું કે જો સ્થિતિ હાથમાંથી વણસે અને મજૂરો પાસે કમાણીનું કોઈ સાધન ન હોય તો તેઓ આગામી મહિને પણ ભાડું માફ કરવા અંગે વિચારશે. તેમણે ભાડુઆતોના ભાડું માફ કરવા ઉપરાંત તેલંગણા અને આંધ્રપ્રદેશ બંનેના 250 ગરીબ પરિવાર વચ્ચે રુ. 2.5 લાખનું દાન પણ કર્યું છે.

બાલાલિંગમ મૂળ રાજાન્ના સિલસિલ્લા જિલ્લાના રાજાપોટા ગામના રહેવાસી છે. તેમના માટે આ રીતે લોકોમાં દાન કરવું કોઈ નવી વાત નથી. 2005માં પણ તેમણે જ્યારે પોતાના ગામમાં પહેલી લેબોરેટરીની સ્થાપના કરી હતી ત્યારે પણ જરુરિયાતમંદોને લગભગ 1.20 કરોડ રુપિયાનું દાન કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તી, પોતાના ગામમાં પાણીનો પ્લાન્ટ સ્થાપિત કરવો, આરટીસી કર્મચારીઓના પરિવારની મદદ કરવી, સરકારી સ્કૂલમાં વોલિંટિઅર બનીને ભણાવતા લોકોને લોકોને પગાર આપવો સામેલ છે.

તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે તેઓ પણ ગરીબ હતા. તેમણે વાસણ ધોવાનું પણ કામ કર્યું છે. 1996માં વેકેશનમાં પોતાના એક મિત્ર સાથે હૈદરાબાદ આવ્યા અને બાલાનગરમાં એક કારખાનામાં કામ કર્યું. ત્યારથી લઈને 2005 સુધી જુદા જુદા કારખાનામાં કામ કર્યું અને પછી પોતાનું મશીન લાવી કામ શરું કર્યું. તેમણે કહ્યું કે જ્યારે મારા પર 5 લાખ રુપિયાનું કરજ હતું ત્યારે મે ગરીબોને એક લાખ રુપિયાનું દાન કર્યું હતું. બીજાની મદદ કરવી મારા સ્વભાવમાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો