વધુએક ટીવી અભિનેત્રીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી, 26 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

વર્ષ 2020 સિનેમા માટે કાળ સાબિત થઈ રહ્યું છે. એક પછી એક સ્ટાર્સ આ દુનિયામાંથી વિદાય લઈ રહ્યા છે. આ દરમિયાન હવે તેલુગુ સિનેમા માથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. તેલુગુ ટીવી અભિનેત્રી શ્રાવણીએ આત્મહત્યા કરી લીધી છે. આ સમાચારો સામે આવ્યા બાદથી ચાહકો અને સ્ટાર્સે શોક વ્યક્ત કરી રહ્યા છે અને દરેક લોકો અભિનેત્રીની આત્મહત્યા પાછળનું કારણ જાણવા પ્રયાસ કરી રહ્યું છે.

હાલમાં શ્રાવણીની આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. જોકે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિવંગત અભિનેત્રીના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે દેવરાજે શ્રાવણીને હેરાન કરી હતી, જેની અભિનેત્રીએ આ દુનિયાને અલવિદા કહ્યું હતું.

મળતી માહિતી મુજબ અભિનેત્રીએ મંગળવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ આત્મહત્યા કરી હતી. તે પીએસ મથુરા નગર, એસ્સાર નગર, હૈદરાબાદમાં એચ 56 બ્લોકના બીજા માળે રહેતી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉસ્માનિયા હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જણાવી દઈએ કે અભિનેત્રીના પરિવારે દેવરાજ રેડ્ડી સામે એપ્સન નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ સાથે જ શ્રાવણીના ભાઈએ આરોપીઓને કડક સજાની વાત કરી છે.

ઉલ્લેખનીય છે કે શ્રાવણી છેલ્લા આઠ વર્ષથી તેલુગુ કાર્યક્રમોમાં અભિનય કરી રહી છે. શ્રાવણીની હિટ લિસ્ટમાં ‘મૌનરામમ’ અને ‘મનસુ મમતા’ જેવી ઘણી સિરિયલો શામેલ છે. શ્રાવણી હાલમાં સીરીયલ ‘માનસુ મમતા’ માં જોવા મળી હતી. શ્રાવણીના અવસાન બાદ સોશિયલ મીડિયા પર ચાહકો અભિનેત્રીને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો