એક માએ લોકડાઉનમાં ફસાયેલા દીકરાને ઘરે લાવવા માટે 1400 કિલોમીટર સ્કૂટી ચલાવ્યું અને બીજા રાજ્યમાંથી દીકરાને લઈ આવી

દેશમાં કોરોના વાયરસ (Coronavirus) ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 21 દિવસ માટે લોકડાઉન (21 days lockdown in India) જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન ગામડાઓમાંથી શહેરમાં મજૂરી કરવા આવેલા લોકો અને નોકરી માટે આવેલા લોકો રેલવે, રોડ માર્ગ, હવાઈ માર્ગને અટકાવી દેવામાં આવ્યો હોવાના કારણે જ્યાં હતા ત્યાં જ રહેવા માટે મજબૂર થઈ ગયા છે. આવામાં એક કિસો એવો સામે આવ્યો છે કે એક માતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતી રઝિયા બેગમ લોકડાઉનના કારણે ફસાઈ ગયેલા દીકરાને લેવા જવા માટે આંધ્રપ્રદેશથી તેલંગાણા સુધી 1400 કિલોમીટર સ્કૂટી ચલાવ્યું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

રઝિયાએ લોકડાઉનમાં બહાર નીકળવા માટે પોલીસની મંજુરી લીધી. આંધ્રપ્રદેશના નેલ્લોર પહોંચવા માટે તેણે રસ્તામાં ઘણી જગ્યાઓ પર અટકવું પડ્યું. આ દરમિયાન સ્થાનિક અધિકારીઓને કન્વિન્સ કરીને નેલ્લોર સુધી યાત્રા કરી. તેમણે કહ્યું કે આ તેમના માટે સરળ નહોતું. આખી ઘટના એવી છે કે રઝિયાનો દીકરો નિઝામુદ્દીન હાદરાબાદમાં એક કોચિંગ ક્લાસિસમાં ભણાવે છે. તે પોતે પણ ભણે છે. પાછલા મહિને નિઝામુદ્દીન નેલ્લોરના રહેવાસી તેના દોસ્તના ઘરે તેલંગાણાના બોધાન આવ્યો હતો.

આ દરમિયાન નિઝામુદ્દીનના મિત્રોને ખબર પડી કે તેના પિતાની તબિયત સારી નથી. જાણકારી મળે છે કે 12 માર્ચે નિઝામુદ્દીનના પોતાના દોસ્તોને લઈને નેલ્લોર ગયો. આ દરમિયાન લોકડાઉ લાગુ કરાયું અને તેઓ ઘરે પાછો ના જઈ શક્યો. નેલ્લોરથી દીકરાને પાછો લાવવા માટે રઝિયાએ બોધાનના એસીપીનો સંપર્ક કર્યો અને તેમને આખી વાત જણાવી.

પોલીસ પાસે મંજૂરી પત્ર લઈને રઝિયાએ પોતાની સ્કૂટી લઈને નેલ્લોર જવાનો નિર્ણય કર્યો. તે 7 એપ્રિલે નેલ્લોર પહોંચી ગઈ. નિઝામુદ્દીનને સાથે લઈને તે તરત ત્યાંથી પાછી આવવા માટે નીકલી ગઈ અને 8 એપ્રિલે બોધન પાછી આવી ગઈ. આ દરમિયાન રઝિયાએ સ્કૂટીથી લગભગ 1400 કિલોમીટરનું અંતર કાપ્યું. રઝિયાએ જણાવ્યું કે નિલ્લોર જતી વખતે તેણે જંગલના રસ્તાનો પણ ઉપયોગ કર્યો. આ દરમિયાન તેને ડર પણ લાગ્યો. તેણે કહ્યું કે ત્યારે તેના મનમાં એક જ વિચાર હતો કે તેને પોતાનો દીકરો પાછો લાવવાનો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો