આ મહિલા કૉન્સ્ટેબલ 15 કલાકની ડયુટી કર્યા પછી ઘરે આવીને બનાવે છે માસ્ક, અત્યારસુધીમાં 3,000 માસ્ક ફ્રીમાં વહેંચી ચૂક્યા છે

ચીનમાંથી શરૂ થયેલો કોરોના વાયરસ હાલ ભારત દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના વાયરસને હરાવવા માટે દેશના પોલીસકર્મીઓ અને હેલ્થકર્મીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે. બી. અમરેશ્વરી નામના મહિલા કૉન્સ્ટેબલ દરરોજ 15 કલાકની લાંબી શિફ્ટ બાદ ઘરે આવીને માસ્ક તૈયાર કરે છે. આ મહિલા કૉન્સ્ટેબલ અત્યાર સુધીમાં આ રીતે ઘરે જ તૈયાર કરેલા 3,000 માસ્ક ફ્રીમાં વહેંચી ચૂક્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

તેલંગાણાના આ મહિલા કૉન્સ્ટેબલ બી. અમરેશ્વરીના દિવસની શરૂઆત સવારે 3.30 વાગ્યે થાય છે. તેઓ સૌપ્રથમ જમવાનું બનાવે છે અને ટિફિન લઈને સવારે 5.30 વાગ્યે ડ્યૂટી પર નીકળી પડે છે. સવારે 6 વાગ્યે આ મહિલા કૉન્સ્ટેબલ ગવર્નર હાઉસ પર પહોંચે છે અને રાત્રે 9.30 વાગ્યે ઘરે પરત ફરે પછી માસ્ક સીવવાનું કામ કરે છે. દરરોજ 1થી 2 કલાક માસ્ક સીવવાનું કામ કરે છે.

આ મહિલા કૉન્સ્ટેબલે જણાવ્યું કે કોરોના વાયરસ ફેલાવાનો શરૂ થયો એટલે મેં માસ્ક બનાવવાનું શરૂ કર્યું. હું આ માસ્ક લોકોને મફતમાં આપી રહી છું, હું કોઈ દરજી નથી પણ હું આ માસ્ક બનાવવાનું શીખી. તેણે જણાવ્યું કે મને દર બીજા દિવસે રજા હોય છે ત્યારે પણ હું માસ્ક બનાવું છું. મેં મારી માતાની મદદથી લગભગ 3,000 માસ્ક બનાવ્યા છે

બી. અમરેશ્વરી નામના આ મહિલા કૉન્સ્ટેબલે વધુમાં જણાવ્યું કે માસ્કનું કાપડ કાપવામાં મારી માતા મને મદદ કરે છે. હું ઘરનું તમામ કામ 2 કલાકમાં પૂરું કરીને માસ્ક બનાવવાના કામમા લાગી જાઉં છું. તેણે જણાવ્યું કે આ કામમાં મને આનંદ આવે છે અને લોકોને મદદ પણ મળી રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો