તેજગઢ 108 ઈમરજન્સીના કર્મીઓ ફરજને જ પ્રાધાન્ય આપી 25 દિવસથી પરિવારને નથી મળ્યા, ખડે પગે લોકોને ઈમરજન્સી સેવા પૂરી પાડી રહ્યા છે.

હાલમાં ચાલી રહેલી કોરોના વાઇરસની મહામારીમાં જ્યારે કોરોનાં વાઇરસનો ડર દુનિયામાં ફેલાઈ રહ્યું છે. એવા સમયમાં કોઈને ખબર જ નથી કે કયા વ્યક્તિમાં આ વાઇરસનું સંક્રમણ છે. એવા વાઇરસને માત આપવા છોટાઉદેપુર 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ ફરજને જ પ્રાધાન્ય આપી પોતાના પરિવારથી દૂર રહીને ખડે પગે લોકોને ઈમરજન્સી સેવા પૂરી પાડી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આવા છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ લોકેશન ખાતેના 108 ઈમરજન્સીના કર્મચારીઓ ઈમરજન્સી મેડીકલ ટેકનિશિયન રાજુભાઈ રાઠવા, સંતોષભાઈ રાઠવા, વિજયભાઇ પરમાર, પાઈલોટ પ્રદ્યુમનભાઈ ખાટ વિજયભાઈ રાઠવા દિવસ રાત સર્વિસના સ્થળ પર જ રહી સેવા બજાવી રહ્યા છે. જેમાં 12 કલાક 108 ઈમરજન્સી સેવા પર ફરજ બજાવે છે તથા બાકીના 12 કલાક પોતાનું રોજીંદુ જીવન ફરજના સ્થળ પર જ પસાર કરી લોકોની સેવામાં તત્પર રહે છે. જેથી કરી પોતાનો પરિવાર તથા સોસાયટીની સુરક્ષા અને સલામતી બની રહે એ હેતુથી દૈનિક કાર્ય જેમકે, જાતે જમવાનું બનાવવાનું હોય કે, જાતે કપડાં ધોવાના હોય કે, વાસણ ધોવાના હોય તથા સ્થળ પરની સાફ-સફાઈ રાખવાની હોય સંપૂર્ણ કાર્ય પોતાની જાતે કરી કોરોના વાઇરસની સામે જંગ લડી રહ્યા છે. ફરજ પરથી ઘરે જતા હોય તો મનમાં રહેતા ડરને દૂર કરવા ફરજ સ્થળ પર રહેવાનું નક્કી કર્યું હતું. હાલ અમને કોઈ પણ જાતના ડર વગર લોકોની સેવા માટે તત્પર રહીએ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો