રિલાયન્સ પ્લાસ્ટિકના કચરામાંથી રોડ બનાવવાની ટેક્નોલોજી સરકારને આપવા તૈયાર, આ ટેક્નોલોજીથી પ્રતિ કિલોમિટરે એક લાખ રુપિયાની થશે બચત

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પોતાની પ્લાસ્ટિકના કચરામાંથી રોડ બનાવવાની અત્યાધુનિક ટેક્નોલોજી આપવાની ઓફર કરી છે. આ ટેક્નોલોજીથી રોડ બનાવવા માટે પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરી શકાશે. કંપનીએ રાયગઢમાં આવેલ પોતાના નાગોથાને રિસાઇકલ યુનિટ ખાતે આ ટેક્નોલોજીનું પરીક્ષણ કર્યું છે. આ ઉપરાંત કંપની અનેક બીજા પાયલોટ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

કંપનીએ પોતાના રિસાઇકલ યુનિટમાં 50 ટન પ્લાસ્ટિકના કચરાને ડામર સાથે ભેળવીને 40 કિલોમીટર લાંબો રોડ બનાવ્યો છે. કંપનીના પેટ્રો-રસાયણ વેપારના મુખ્ય અધિકારી વિપુલ શાહે જણાવ્યું કે, ‘પેકેટબંધ ફૂડ આઈટમ્સના ખાલી પેકેટ, પોલિથીન બેગ જેવા પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરીને મજબૂત રોડ બનાવવાની ટેક્નોલોજી વિકસિત કરવામાં અમને 14થી 18 મહિનાનો સમય લાગ્યો છે. અમે આ ટેક્નોલોજી આપવા માટે NHAI સાથે વાતચીત કરી રહ્યા છીએ.’

NHAI ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દેશભરમાં રાજ્ય સરકારો અને સ્થાનિક કોર્પોરેશનને આ ટેક્નોલોજી વેચવા માટે વાતચીત કરી રહી છે. કંપની દ્વારા આ ટેક્નોલોજી એવા પ્લાસ્ટિક કચરા માટે વિકસિત કરવામાં આવી છે જેનું રિસાઇકલ શક્ય નથી. આ કચરાનો રોડ બનાવવા માટે ઉપયોગથી લાભ અંગે વાત કરતા શાહે કહ્યું કે, “આ ટેક્નોલોજીથી પ્લાસ્ટિકના કચરા સામે લડવામાં સહાયતા મળશે તેટલું જ નહીં પરંતુ નાણાંકીય સ્તરે પણ રોડ નિર્માણના ખર્ચમાં ખૂબ જ ફાયદો થશે.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘અમારો અનુભવ જણાવે છે કે આ ટેક્નોલોજીના ઉપયોગથી એક કિમી લાંબા રોડ બનાવવામાં 1 ટન પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ થાય છે. જેનાથી આપણને 1 લાખ રુપિયાની બચત કરવામાં સફળતા મળે છે. આ રીતે અમે 40 લાખ રુપિયા બચાવ્યા છે. રોડ નિર્માણમાં ડામરમાં 8-10 ટકા પ્લાસ્ટિક કચરાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જે સસ્તુ પડવા સાથે રોડની ગુણવત્તા પણ વધારે છે. આ ટેક્નોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલ રોડ ગત વર્ષના ભારે વરસાદમાં પણ ખરાબ નથી થયો.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો