મહેસાણાની વિધાર્થીની ક્વીલા પટેલ અને મીત્વા પટેલે શોધ્યું અનોખું યંત્ર, મનુષ્ય હવે કૃદરતને ચેલેન્જ કરીને કાનને બદલે દાંતથી સાંભળી શકશે

મનુષ્યને જન્મથી જ સાંભળવા, બોલવા, સુંઘવા કે જોવા આંખ, કાન, નાક, કે જીભ પ્રાપ્ત થયેલા છે. મનુષ્ય શું દરેક પશુ, પ્રાણી કે પક્ષી પણ આંખથી જોવાનું, નાકથી સુંઘવાનું, જીભથી બોલવાનું અને કાનથી સાંભળવાનું કામ કરે છે. ત્યારે હવે અમે આપને એક એવું યંત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, કુદરતની આ પ્રક્રિયાને પણ ચેલેન્જ આપીને કાનને બદલે દાંતથી સાંભળવાની શક્તિ મનુષ્યને પ્રદાન કરે છે.

હવે તમે કહેશો ના હોય… પરંતુ આ હકીકત છે. તમારા મનમાં સવાલ ઉભો થશે કે આ અનોખું યંત્ર બનાવનાર કોણ છે? શું ખરેખર દાંતથી સાંભળી શકવું શક્ય છે? માન્યામાં નહિ આવે તેવી વાતનો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

ભગવાને માણસને સાંભળવા માટે કાન આપ્યા છે અને ખોરાક ચાવવા માટે દાંત. પરંતુ અમે આપને એમ કહીએ કે, તમે જો કાનથી બહેરા હોવ તો તમારા દાંત જ તમારા કાન બની જશે…! એટલે કે, તમારા દાંતથી તમે સાંભળી શકશો…! માન્યામાં ના આવે તેવી આ વાત છે. પરંતુ, અમે આપને જણાવી દઈએ કે, મહેસાણાના વડનગરમાં જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-9 અને ધોરણ-11માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીએ એક એવું અનોખું યંત્ર તૈયાર કર્યું છે કે, જેના વડે માણસ દાંત વડે સાંભળી શકે છે.

મૂળ વિસનગરના બાકરપુર ગામની વતની ક્વીલા પટેલને તેની પ્રોજેક્ટ સાથી મીત્વા પટેલ સાથે મળીને આ યંત્ર તૈયાર કર્યું છે. ક્વીલાને આ યંત્ર બનાવવાનો વિચાર ત્યારે આવ્યો જયારે તેનો કઝીન ભાઈની કાનની સાંભળવાની શક્તિ કોઈ કારણસર ગુમાવી બેઠો હતો. જે ફરીથી સાંભળી શકે તે માટે તેણે કોઈ યંત્ર બનાવવાનો વિચાર આવ્યો અને શાળાના ફીઝીક્સના શિક્ષક સાથે ચર્ચા કરીને સાતેક માસની મહેનતે રૂપિયા બેથી ત્રણ હજાર ખર્ચ કરીને ક્વીલા અને મીત્વાએ બનાવી દીધું “ટીથ હિયરીંગ ઇનોવેટીવ ડીવાઈઝ” એટલે કે, દાંતથી સાંભળવાનું મશીન. જેને ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં રજૂ કરતા તેને સમગ્ર દેશમાં ટોપ ટેન પ્રોજેક્ટમાં સમાવેશ કરી દેવાયો છે.

આ અનોખા પ્રોજેક્ટને સમગ્ર દેશમાં ટોપ ટેનમાં સમાવેશ થતા અત્યારે શાળાના શિક્ષકો સહીત આચાર્ય પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. અને ક્વીલા તેમજ મીત્વા હવે આ યંત્રને વાઈફાઈ અને બ્લુ ટુથવાળું બનાવવા માંગે છે. તે વાતને પણ જવાહર નવોદય વિદ્યાલય સમિતિ પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે.

“ટીથ હિયરીંગ ઇનોવેટીવ ડીવાઈઝ” ને લઈને ક્વીલા અને મીત્વાને મળેલ આ સફળતાથી શાળાના શિક્ષકો અને આચાર્ય સહીત જવાહર નવોદય વિદ્યાલય સમિતિના અધ્યક્ષ પણ ખુશ છે. આ પ્રોજેક્ટને લોકઉપયોગ માટે કેવી રીતે આગળ લઇ જઈ શકાય જેથી દેશના લોકોને પણ આ યંત્ર ઉપયોગી નીવડે તે દિશા તરફ આગળ વધી રહ્યા છે. તો ક્વીલા અને મીત્વાના માતા-પિતા સહીત પરિવાર સાથે સાથે મહેસાણા જીલ્લો પણ ગર્વની લાગણી અનુભવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો