ગુજરાતની પ્રથમ SHE Team: 1 માસમાં છેડતી, ઘરેલુ હિંસામાં 369 મહિલાએ મદદ માગી, ટીમે માત્ર 8 મિનિટમાં સુરક્ષા આપી

વડોદરા શહેરમાં મહિલાઓની સુરક્ષા અને સિનીયર સિટીઝન્સને મદદ મળી રહે તે માટે વડોદરા પોલીસ દ્વારા રાજયમાં પ્રથમ રચાયેલી શી ટીમને એક માસમાં મહિલાઓની છેડતી, હેરાન કરવાના તથા ઘરેલું હિંસા અને ધમકી આપવાના 369 કોલ મળ્યા હતા જેમાં વધુમાં વધુ 8 મિનીટમાં શી ટીમે સ્થળ પર પહોંચી મહિલાઓને ન્યાય અપાવ્યો હતો. ગત 17 જાન્યુઆરીથી શહેરના 21 પોલીસ સ્ટેશનમાં શી ટીમ કાર્યરત કરાઇ છે જેમાં 10 પોલીસ સ્ટેશનમાં ખાસ શી ટીમ વાન તૈયાર કરાઇ છે જયારે અન્ય 11 પોલીસ સ્ટેશનમાં શી ટીમના સભ્યો સતત બાઇક પર પેટ્રોલીંગ કરતા રહે છે.

મહિલા કે યુવતી ફોન કરે તો શી ટીમ મદદે જાય છે

કોઇ પણ મહિલા કે યુવતી પોતાની સમસ્યા માટે શહેર પોલીસ કન્ટ્રોલ રૂમના 100 નંબર પર ફોન કરે ત્યારે તેની સમસ્યા જાણી જે તે પોલીસ સ્ટેશનની શી ટીમને જાણ કરાય છે અને ત્યારબાદ શી ટીમ તુરત જ મહિલા પાસે પહોંચી તેને મદદ કરી સુરક્ષા પુરી પાડે છે. છેલ્લા 1 માસમાં કન્ટ્રોલ રુમને મહિલાઓને મળેલી 369 ફરિયાદોમાં શી ટીમ સ્થળ પર પહોંચી હતી. શી ટીમ દ્વારા શહેરના વૃદ્ધોની સમસ્યા પણ હલ કરવામાં આવે છે.શી ટીમની રચના થયા બાદ શહેર પોલીસ કમિશનર શમશેરસિંહે પણ જાતે વૃદ્ધોને મળીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા.

મહિલા દુકાનદારને પજવણી કરનારને પાઠ ભણાવ્યો

માંજલપુરમાં એક મહિલા દુકાનદાર સાથે અન્ય દુકાનના માલિક દુર્વ્યવહાર તેમજ હેરાનગતિ કરતા હોવાની ફરિયાદ શી ટીમ સમક્ષ થતાં શી ટીમની તેની પાસે પહોંચી હતી અને મહિલા સાથે વાતચીત કરીને જે દુકાનદાર તેમને હેરાન કરતા હતા તેમને પાઠ ભણાવ્યો હતો. આ ઉપરાંત ખોડીયાર નગર પાસે પણ એક શખ્સે મહિલાનો હાથ પકડી છેડતી કરતા શી ટીમ પહોંચી હતી અને આ શખ્સને પકડી લીધો હતો.

મહિલાઓ અને વૃદ્ધોને મદદ કરવાનો પ્રયાસ

શી ટીમને શહેરીજનો વખાણી રહ્યા છે અને મદદ માટે શી ટીમને ફોન કરી રહ્યા છે. દરેક પોલીસ સ્ટેશનમાં શી ટીમ કાર્યરત છે અને પોલીસ મદદ કરવા તત્પર છે. સંવેદનશીલતા તથા સારુ કોમ્યુનિકેશન ધરાવતા પોલીસના મહિલા સભ્યોની જ શી ટીમમાં નિમણુંક કરાય છે. અમે શહેરના તમામ પાર્ક અને બગીચાઓમાં પણ શી ટીમ દ્વારા કામગિરી કરાવીને સુરક્ષા આપવાના પ્રયાસો કરી રહ્યા છીએ. – ડો.શમશેરસિંગ, પોલીસ કમિશનર, વડોદરા

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો