અમદાવાદ શહેરની સરકારી હાઈસ્કૂલોના શિક્ષકો સ્વેચ્છાએ સ્કૂલમાં સફાઇ અને રિપેરિંગની કામગીરી કરે છે

સરકારી હાઇસ્કૂલોમાં સ્વચ્છતા જળવાઇ રહે અને બિનજરૂરી ઘાસ દૂર થાય સાથે જ સ્કૂલમાં જો કોઇ તળ કે અન્ય નાનું રિપેરિંગ હોય તો હાઇસ્કૂલના શિક્ષકો પોતે જ કરી રહ્યાં છે. આ માટે કોઇ પરિપત્ર નથી કરાયો પરંતુ શિક્ષકો સ્વેચ્છાએ જોડાઇને દરરોજ સફાઇની જરૂરિયાત હોય તે સ્કૂલોમાં જઇને સફાઇ કરી રહ્યાં છે. અંદરના ગામડાઓમાં ચોમાસાની સિઝન દરમિયાન બાવળ, બોરડી વગેરે બિનજરૂરી વૃક્ષો ઉગી નીકળે છે. તેને પણ શિક્ષકો પોતાની રીતે જ સ્કૂલના મેદાનમાંથી દૂર કરી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મોટાભાગે સરકારી હાઇસ્કૂલો કોઇ ટ્રસ્ટમાં ન હોવાથી વેકેશન દરમિયાન તેની માવજત ઓછા પ્રમાણમાં થાય છે. કોરોના મહામારીના સમયમાં લાંબા સમયથી બંધ રહેલી સ્કૂલોમાં સાફ સફાઇની ખૂબ જ જરૂરિયાત ઉભી થઇ હતી. ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીએ એક બે સ્કૂલની મુલાકાત લીધા બાદ શિક્ષકોને આહ્વાહન કર્યું કે પોતાની સ્કૂલો માટે થોડા થોડા સમયનું દાન કરીએ. જેથી અમુક શિક્ષકો સ્કૂલોની સફાઇના કામમાં જોડાયા. ઘણી સ્કૂલોમાં ધાબામાં પાણી ભરાઇ રહેવાની સમસ્યા હતી, તો ઘણી સ્કૂલોના ફ્લોર અમુક જગ્યાએ તૂટી ગયા હતા. શિક્ષકોએ જાતે જ આ ફ્લોરનું કામ કર્યું.

સ્વચ્છતા જ અમારો ઉદ્દેશ

અમદાવાદ ગ્રામ્ય ડીઇઓ રાકેશ વ્યાસે કહ્યું- અમારો ઉદ્દેશ્ય એટલો જ છે કે સરકારી સંપતિને આપણી સમજીને શિક્ષકો તેની તકેદારી લેતા થાય. ઉપરાંત જે અન્ય સ્કૂલોમાં સ્વસ્છતાનો અભાવ છે તે પોતાની સ્કૂલમાં ન થાય તેનું પણ શિક્ષક ધ્યાન રાખે. સમય દાન માટે કોઇ પરિપત્ર કરાયો નથી. સ્વેચ્છાએ જે શિક્ષકોને જોડાવવું હોય તે જોડાઇ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો