બનાસકાંઠામાં ડોક્ટરે શિક્ષિકા સાથે દુષ્કર્મ આચરતા ખળભળાટ, ફોટો-વીડિયોથી બ્લેકમેઈલ પણ કરતો, મહિલાના પતિને પણ ધમકી આપી

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના CHC હોસ્પિટલના ડોક્ટરે શિક્ષિકા મહિલાનું વારંવાર શોષણ કરી અને શારીરિક સંબંધો બાંધી અને વિડિયો ક્લિપ અને ફોટા દ્વારા બદનામ કરતા ડોક્ટર સામે વડગામ પોલીસ મથકે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જોકે ડોક્ટરે મહિલાને બ્લેકમેલ કરતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વડગામ સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અનિલ ડાભીએ એક શિક્ષિકાને બ્લેકમેલ કરતા તેની સામે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે,સમગ્ર મામલાની વાત કરીએ તો વર્ષ 2012માં આ મહિલા સાથે ડોક્ટરને સંબંધ હતા અને આ સંબંધ દરમિયાન ડોક્ટરે શિક્ષિકાનું વારંવાર શારીરિક શોષણ કર્યું હતું અને તેની વીડિયો ક્લિપ અને ફોટા પણ પાડ્યા હતા. વર્ષ 2013માં આ સંબંધો પૂરા થયા હતા અને ત્યારબાદ આ મહિલાએ ડોક્ટર સાથેના સંપર્ક કાપી નાખ્યા હતા.

જોકે ફરીથી ડોક્ટરે મહિલાનો સંપર્ક કરીને ફરીથી તેની સાથે સંબંધો બનાવવાનું કહેતા શિક્ષિકાએ ડોક્ટર સાથે કોઈપણ પ્રકારના સંબંધો રાખવાનું ના પાડી દેતા ડોક્ટર અનિલ ડાભીએ મહિલાના પતિને વીડિયો ક્લિપ અને ફોટા મોકલી અને મહિલાને બ્લેકમેલ કરવાના પ્રયાસ કર્યા હતા, સાથે સાથે મહિલાના પતિને પણ ધમકી આપી હતી કે, તે પોતાની પત્નીને તેની પાસે મોકલશે નહીં તો સમાજ અને સમગ્ર સોશિયલ મિડિયામાં બદનામ કરવાની ધમકી આપતા આખરે પીડિત મહિલાએ વડગામ પોલીસ મથકે ડોક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

2012માં વડગામ સી એચ સીના ડોકટરને શિક્ષિકા મહિલા સાથે સંબંધ હતા અને તે દરમિયાન શારીરિક શોષણ કર્યું હતું. જોકે ત્યારબાદ આ સંબંધો પૂરા થયા હતા. જે દરમિયાન મહિલાના ફોટા અને વિડિયો ક્લિપ ઉતારી હતી. જોકે થોડા દિવસ અગાઉ જ મહિલાને વિડિયો ક્લિપ અને ફોટા દ્વારા બ્લેકમેલ કરી અને ગેસ્ટ હાઉસમાં બોલાવી હતી અને ત્યાં પણ શારીરિક શોષણ કર્યું હતું. ત્યારબાદ બદનામ કરવાની ધમકી આપતા વડગામ પોલીસ મથકે મહિલાએ ડોક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે. આ ઘટના બાદ ડોક્ટર તો ફરાર છે પરંતુ, પાલનપુર સીપીઆઈ આ સમગ્ર દુષ્કર્મના મામલાની તપાસ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો