રાજકોટમાં શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના આવી સામે, ધો.4ના છાત્રોની ફરિયાદ કરવા ગયેલા 5 બાળકોને શિક્ષિકાએ કાન પકડી લાદી સાથે માથાં પછાડ્યા

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક ચંદ્રેશનગર મેઇન રોડ પર માયાણી ચોકમાં આવેલી જમશેદજી તાતા શાળા નં.81માં શુક્રવારે બપોરે 3 વાગ્યે ધો.4ના વિદ્યાર્થીઓ દેકારો કરતા હતા. ત્યારે તેની ફરિયાદ કરવા ગયેલા ધો.5ના પાંચ વિદ્યાર્થીઓને શિક્ષિકાએ જ કાન પકડી લાદી સાથે માથાં પછાડીને ઢોર માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. શિક્ષિકાના ઉગ્ર સ્વરૂપ અને અમાનુષી મારથી ગભરાય ગયેલા એક છાત્રને તો રાત્રે તાવ આવી જતા તેના પરિવારજનોને દોડધામ થઇ પડી હતી. આ ઘટનામાં પ્રિન્સિપાલે પગલાં લેવાના બદલે માત્ર શિક્ષિકાની માફી લખાવી ફીંડલું વાળી દેતા અનેક સવાલો ઉઠ્યા છે.

એનએસયુઆઇને સાથે રાખી પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી

રાજકોટના લક્ષ્મીનગર નાળા પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા અને જમશેદજી તાતા શાળા નં.81માં ધો.5માં અભ્યાસ કરતા અરમાન તેજપાલ મારવાડી નામના 12 વર્ષના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, શુક્રવારે બપોરે 3થી 4 વાગ્યા આસપાસ ધો.3 અને 4ના વિદ્યાર્થીઓ સ્કૂલમાં દેકારો કરતા હતા, આથી ડિસ્ટર્બ થતા હું, શિવરાજ, યશ, ભરત અને ધ્રુવ કહેવા ગયા હતા ત્યારે એક છોકરીએ ‘ક્લાસમાં આવો’ તેમ કહેતા ક્લાસમાં ગયા હતા ત્યારે રીના ટીચરે ‘ક્લાસમાં કેમ આવ્યા’ તેમ કહી કાન મરડીને લાદીમાં માથાં પછાડીને માર માર્યો હતો. મારી સાથેના ચારેય મિત્રોને પણ ટીચરે ચીટિંયા ભર્યા હતા તેમજ માથાં લાદીમાં પછાડ્યા હતા. ત્યારબાદ 4 વાગ્યે મને સ્કૂલમાંથી કાઢી મુક્યો હતો. આથી હું ઘરે આવતો રહ્યો હતો અને મારા માતા-પિતાને ફરિયાદ કરી હતી. ગભરાયેલા અરમાનને તાવ ચડી જતાં રિક્ષા ચલાવતા તેના પિતા ચિંતામાં મુકાયા હતા અને શનિવારે એનએસયુઆઇને સાથે રાખી પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી ત્યારે પ્રિન્સિપાલે શિક્ષિકા લેખિતમાં માફી માગી લેશે તેવી ખાતરી આપી હોવાનું પ્રમુખ રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.

શિક્ષિકાના અત્યાચારનો ભોગ બનેલા બાળકો

ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકો શુક્રવારે શિક્ષિકાના અત્યાચારનો ભોગ બન્યા હતા છતાં પ્રિન્સિપાલે માત્ર માફી નામું લખાવી પ્રકરણનું ફિંડલુવાળી દેવા પ્રયાસ કર્યો હતો.

શિક્ષિકાને નોટિસ આપી છે, પગલાં લેવાશે

શાળા નં.81ની ઘટનાની જાણ થતાં જ સ્કૂલની રૂબરૂ મુલાકાત લીધી હતી અને બાળકોના માતા-પિતાને મળ્યો હતો. જવાબદાર શિક્ષિકાને શો-કોઝ નોટિસ આપી છે અને ત્રણ દિવસમાં જવાબ આપવા તાકીદ કરવામાં આવી છે. ત્યારબાદ સીધી તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.-નરેન્દ્ર ઠાકુર, ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ

પ્રિન્સિપાલનો ફોન બંધ, જવાબ આપવાનું ટાળ્યું

આ પ્રકરણને દબાવવા માટે પ્રિન્સિપાલે શિક્ષિકાના માફીનામા જેવા ડીંડક કર્યા બાદ પણ મામલો શાંત ન થતા અંતે ફોન બંધ કરી દીધો હતો. એનએસયુઆઈના પ્રમુખ રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, પ્રિન્સિપાલે શિક્ષિકાને પારાવારીક સમસ્યા હોવાથી તેમની માનસિક હાલત સ્થિર ન હોવાનું જણાવી માફી નામું લખી આપવા ખાતરી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો