શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના આવી સામે: કલોલમાં 26 વર્ષની શિક્ષિકા 14 વર્ષના વિદ્યાર્થીને ભગાડીને લઈ ગઈ

ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં કામ કરતા અધિકારીએ કલોલ પોલીસ મંથકમાં ફરિયાદ કરી છે કે તેમના 14 વર્ષના પુત્રને તેના સ્કૂલમાં ભણાવતી 26 વર્ષની શિક્ષિકા ભગાડી ગઈ છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, શુક્રવાર સાંજે (17-01-2020) થી મારો પુત્ર ગુમ છે. શિક્ષિકાની તપાસ કરતા તે પણ ઘરે ન હોવાથી ટીચર વિદ્યાર્થીને લાલચ આપીને ભગાઈ ગઈ છે. કલોલ પોલીસે IPCની કલમ 363 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

શિક્ષિકાના વિદ્યાર્થી સાથે પ્રેમ સંબંધ હોવાથી ભાગી ગયા

ગુમ થયેલા વિદ્યાર્થીના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 17 જાન્યુઆરી સાંજે 7 વાગ્યે હું નોકરી પરથી ઘરે આવ્યો હતો. તે સમયે તેમનો પુત્ર ઘરે હાજર ન હતો. પત્નીને પુછતા તેણે જણાવ્યું કે તેમને પુત્ર સાંજના 4 વાગ્યથી ઘરેથી કોઈને કહ્યાં વગર નીકળી ગયો છે. જેથી અમે તેની શોધખોળ હાથ ધરી હતી. જેથી જાણવા મળ્યું હતું કે, સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાના તેમના પુત્ર સાથે પ્રેમ સંબંધ હોવાથી ભાગી ગયા છે.

મોબાઇલ ફોન સાથે ન લઈ ગયા હોવાથી શોધવામાં મુશ્કેલી થઈ રહી છે: પોલીસ

આ કેસ અંગે પોલીસે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થી અને શિક્ષિકા વચ્ચે કથિતરુપે પ્રેમ સંબંધ હોવાની વાત સામે આવ્યા બાદ હાલમાં જ સ્કૂલ ઓથોરિટી દ્વારા પણ તેમને ઠપકો આપવામાં આવ્યો હતો. તેમનો આ સંબંધ સામાજિક દ્રષ્ટીએ અનૈતિક હોવાના કારણે બંને શુક્રવારે ઘર છોડીને ભાગી ગયા છે. ગુમ થયેલા શિક્ષિકા અને વિદ્યાર્થી સાથે મોબાઇલ ફોન ન લઈ ગયા હોવાથી શોધખોળમાં મુશ્કેલી પડી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો