ટૂંક સમયમાં રેલવે સ્ટેશન અને એરપોર્ટ સહિત અન્ય જગ્યાઓ પર ચા મળશે માટીની કુલડીમાં, જાણો વિગતે

દેશમાં ટૂંક સમયમાં રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન અને મોલ્સમાં તમને ચા માટીની કુલડીમાં મળી શકે છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેના મિનિસ્ટર નીતિન ગડકરીએ આ મામલે રેલવે મંત્રી પિયુષ ગોયલને પત્ર લખ્યો છે. ગડકરીએ પત્રમાં લખ્યું છે કે 100 સ્ટેશન પર કુલડીને અનિવાર્ય કરવામાં આવે. હાલ વારાણસી અને રાયબરેલીના અમુક રેલવે સ્ટેશન પર આ પ્રયોગ શરુ કરવામાં આવ્યો છે.

ગડકરીએ કહ્યું કે, મેં પિયુષ ગોયલને એરપોર્ટ અને બસ સ્ટેશનના ટી સ્ટોલ પર કુલડીનો પ્રયોગ શરુ કરવાનો આઈડિયા આપ્યો છે. મોલમાં પણ આ પ્રયોગ અનિવાર્ય કરવો જોઈએ. આ એક પગલાને લીધે સ્થાનિક કુંભારોને રોજગારી મળશે અને સાથે જ પ્લાસ્ટિક અને પેપરનો ઉપયોગ ઓછો કરીને આપણે પર્યાવરણને બચાવી શકીશું.

કમિશનના અધ્યક્ષ વિનય કુમારે કહ્યું કે, અમે ગયા વર્ષે 10 હજાર ઇલેક્ટ્રિક વ્હીલ કુંભારોને આપ્યા હતા, આ વર્ષે અમારું લક્ષ્ય 25 હજાર ઇલેક્ટ્રિક વ્હીલ આપવાનું છે. કુંભાર સંરક્ષણ યોજના હેઠળ આ પૈડાં આપવામાં આવે છે, જેથી તેઓ ઓછા શ્રમમાં વધારે પ્રોડક્ટ બનાવી શકે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2004માં રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવે કુંભારોની મદદ માટે રેલવે સ્ટેશન પર કુલડીનું ચલણ શરુ કરાવ્યું હતું અને ગરમ પીણું તેમાં જ આપવાના નિર્દેશ આપ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો