ભરૂચ પાસે આવેલા સરદારબ્રિજ પર 2 ફૂટના ખાડા પડી જતાં 10થી 16 કિ.મી.નો ટ્રાફિકજામ થાય છે, 25થી 100 રૂપિયા ટોલટેક્સ ઉઘરાવવાનું બંધ કરી દેવું જોઈએ: વાહનચાલકો

નેશનલ હાઇવે નં-48 ઉપર ભરૂચ પાસે આવેલા સરદારબ્રિજ પર પડેલા ખાડાઓને કારણે છેલ્લા 3 દિવસથી સરદારબ્રિજથી ઝંઘાર સુધી 10થી 16 કિ.મી સુધી ટ્રાફિકજામ થાય છે. કાલે સતત ત્રીજા દિવસે પણ ટ્રાફિકજામની સ્થિતિ યથાવત્ રહી છે. કાલે પણ 12 કિ.મી. લાંબો ટ્રાફિકજામ થયો હતો. આમ, છેલ્લા 72 કલાકથી વાહનચાલકો અટવાઈ ગયા છે. હાલમાં સરદારબ્રિજ પર પડેલા 2 ફૂટના પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ કારના 25 રૂપિયાથી લઈને મોટાં વાહનોના 100 રૂપિયા સુધીનો ટોલટેક્સ માફ કરીને લોકોને હાલાકી દૂર કરવાનો વિચાર તંત્રને આવતો નથી.

ભૂખ્યા-તરસ્યા આઠ કલાકથી ટ્રાફિકમાં ફસાયા છીએ, ટોલટેક્સ ઉઘરાવવાનું બંધ કરો

ટ્રાફિકમાં ફસાયેલા વાહનચાલક ઇમરાન ખાને જણાવ્યું હતું કે તંત્ર ટોલનાકા પર રૂપિયા વસૂલે છે, તેમ છતાં તૂટી જાય તેવા રોડ બનાવે છે. સવારે 3 વાગ્યાથી અમે ટ્રાફિકમાં ફસાયેલા છીએ. ભૂખ્યા-તરસ્યા લાઇનમાં લાગ્યા છીએ. ટોલનાકા પર રૂપિયા ઉઘરાવવાનું બંધ કરી દેવું જોઈએ.

અંકલેશ્વર પહોંચવું છે, પણ આઠ કલાકથી લાઇનમાં છીએ

ટ્રાફિકમાં ફસાઈ ગયેલા વાહનચાલકે જણાવ્યું હતું કે હું મધ્યપ્રદેશથી નીકળ્યો છું અને અંકલેશ્વર જવું છું, અમે આઠ કલાકથી ટ્રાફિકમાં ફસાયેલા છીએ અને જમી પણ શક્યા નથી.

તાત્કાલિક ટોલટેક્સ બંધ કરવા વિપક્ષની માગ

ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે ભરૂચ નેશનલ હાઇવે પર છેલ્લા 2 દિવસથી સતત ટ્રાફિકજામ થઈ રહ્યો છે. તેમ છતાં તંત્ર દ્વારા ટ્રાફિકજામને હળવો કરવા માટે કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી. ટોલટેક્સ તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે મેં કલેક્ટરને ટ્વીટ કરીને રજૂઆત કરી હતી. જોકે હજી સુધી કોઈ પગલાં લેવાયાં નથી. નેશનલ હાઇવે પરના ખાડાઓને કારણે ટ્રાફિકજામ થયો છે. તાત્કાલિક ટોલટેક્સ બંધ કરવામાં આવે, જેથી ટ્રાફિક હળવો થાય.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો