હવે ઈન્ટરનેટની દુનિયામાં પણ થશે ટાટાની એન્ટ્રી, એલન મસ્ક અને જિઓને આપશે ટક્કર

દુનિયામાં સૌથી વધારે ઈન્ટરનેટનો ઉપયોગ ભારતમાં થાય છે. સાથે જ ભારત સ્માર્ટફોન, લેપટોપ-ટેબ્લેટ અને સ્માર્ટી ટીવી જેવી ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ માટેનું પણ મોટું માર્કેટ છે. અને આ જ કારણ છે કે ટાટા ગ્રૃપ ધીમે ધીમે મોબાઈલ અને ઈન્ટરનેટની દુનિયામાં પગ મૂકી રહ્યું છે. ટાટા સમૂહના આ નિર્ણયથી મુકેશ અંબાણીની રિલાયન્સ જિઓ અને એલન મસ્કની સ્ટારલિંક પ્રોજેક્ટને જોરદાર ઝટકો લાગી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

એલન મસ્ક અને જિઓને આપશે ટક્કર
જણાવી દઈએ કે એક બાજુ જિઓ ભારતમાં જોરશોરથી જિઓ ફાઈબર બ્રોડબ્રેન્ડ સર્વિસ રોલઆઉટ કરી રહ્યું છે. તો બીજી તરફ એલન મસ્ક પોતાની સ્ટારલિંક સર્વિસને પણ ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે. પણ આ વચ્ચે ટાટા ગ્રૃપની બ્રોડબેન્ડ સર્વિસ લોન્ચ કરવાની ખબરથી એલન મસ્ક અને જિઓનું ટેન્શન વધી શકે છે. મસ્કે સ્ટારલિંક માટે પ્રી બુકિંગ પણ શરૂ કરી દીધું છે.

બ્રોડબેન્ડ સર્વિસ લોન્ચ કરશે ટાટા
જણાવી દઈએ કે ટાટા ગ્રૃપ પહેલેથી જ 5જી ઉપકરણનું નિર્માણ કરી રહ્યું છે. સાથે જ કંપનીએ સેમિકંડક્ટર બનાવવાનું એલાન કર્યું છે. જે મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ડિવાઈસમાં ઉપયોગ કરાશે.આ ઉપરાંત હવે ટાટા ગ્રૃપ તરફથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ બ્રોડબેન્ડ સર્વિસ લોન્ચ કરશે તે ખબર લીક થઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર ટાટા ગ્રૃપની Nelco ltd 2024 સુધી ભારતમાં સેટેલાઈન બ્રોડબેન્ડ સર્વિસ લોન્ચ કરી શકે છે. આ માટે ટેલિસેટની સાથે વાતચીત થઈ રહી છે. ટેલિસેટની પાસે એક મોટો સેટેલાઈટ બ્રોડબેન્ડ પ્લાન છે.

ભારતને થશે ફાયદો
ટાટા ગ્રૃપ તરફથી 100 બિલિયન ડોલરના રોકાણની સાથે 5જી ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કારોબારમાં ઉતરવાનું એલાન કરાયું છે. તેનાથી ભારતને 5જીની દેશી ટેકનિકની સાથે ઘરેલુ 5જી ઉપકરણ મળી શકશે. તેના માટે કંપની ટાટા ડિજિટલ બિઝનેસ નામથી એક અલગ વેન્ચર બનાવશે. કંપનીના ચેરમેને કહ્યું કે, ભારત સહિત અનેક દેશ સેમીકંડક્ટર સહિત અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણ માટે પૂરી રીતે ચીન પર નિર્ભર છે. તેવામાં ટાટાની એન્ટ્રીથી બિઝનેસ ભારત તરફ શિફ્ટ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો