કોરોના સામે જંગ લડવા ઉદાર હાથે ટાટા ગ્રૂપ આવ્યું ભારતની મદદે, રતન ટાટા અને ટાટા સન્સ રૂ.1500 કરોડનું દાન આપશે

  • ટાટા સન્સ રૂ. 1000 કરોડ આપશે, રતન ટાટા 500 કરોડની સહાય કરશે

કોરોના વાયરસને કારણે ભારત અને દુનિયામાં હાહાકાર મેચેલો છે. દરમિયાન, ટાટા જૂથે કોરોના વાયરસ સામેના યુદ્ધમાં 500 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરી છે. ટાટા જૂથના અધ્યક્ષ રતન ટાટાએ કહ્યું છે કે ટાટા જરૂરિયાત સમયે દેશના કામે આવી રહી છે, અને આ વખતે જરૂરિયાત સૌથી વધારે છે. ટાટા ટ્રસ્ટ આ રોગચાળાને નાથવા 500 કરોડ રૂપિયા આપશે. શનિવારે રતન ટાટાએ ટ્વિટર પર લખ્યું કે આ મુશ્કેલ સમય છે અને આપણે બધાએ સાથે મળીને તેનો સામનો કરવો પડશે.

રતન ટાટાએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ટાટા ટ્રસ્ટ ફ્રન્ટલાઈન પર કામ કરતા આરોગ્ય કર્મચારીઓ, ટેસ્ટિંગ કિટ, સંક્રમિત વ્યક્તિઓની સારવાર માટેની વધુ સારી વ્યવસ્થા અને આરોગ્ય કર્મચારીઓને તાલીમ માટે 500 કરોડ રૂપિયા આપશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટાટા ટ્રસ્ટ મહામારી સાથે લડનારા તમામ લોકોનું સન્માન કરે છે.

રતન ટાટાની જાહેરાત બાદ તુરંત જ ટાટા સન્સે પણ આ કાર્યમાં ટેકો આપવા માટે વધુ રૂ. 1000 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને જણાવ્યું હતું કે,અમે ટાટા ટ્રસ્ટ્સ અને અમારા અધ્યક્ષ રતનટાટા સાથે મળીને કામ કરીશું અને તેમની પહેલને સંપૂર્ણ રીતે સમર્થન આપીશું, અને જૂથની સંપૂર્ણ કુશળતા લાવવા સહયોગી રીતે કાર્ય કરીશું.

ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ રતન ટાટાએ કહ્યું હતું કે, ભારત અને દુનિયાભરની પરિસ્થિતિ ગંભીર ચિંતાનો વિષય છે અને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. ટાટા ટ્રસ્ટ અને ટાટા ગ્રુપની કંપનીઓએ ભૂતકાળમાં પણ દેશની જરૂરિયાતોમાં ફાળો આપ્યો છે. હાલમાં, સમયની આવશ્યકતા અન્ય કોઈપણ સમય કરતા વધુ છે. આ અસાધારણ મુશ્કેલ સમયગાળામાં, હું માનું છું કે COVID 19 કટોકટી સામે લડવાની જરૂરિયાતોને પહોંચી વળવા તાત્કાલિક કટોકટી સંસાધનો તૈનાત કરવાની જરૂર છે, જે માનવજાત માટે સૌથી મુશ્કેલ પડકાર છે.”

ટાટા દ્વારા આપવામાં આવેલા ભંડોળનો ઉપયોગ ફ્રન્ટલાઈન તબીબી કર્મચારીઓના વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો, વધતા જતા કેસોની સારવાર માટે રેસ્પિરેટરી સિસ્ટમ, માથાદીઠ પરીક્ષણ ક્ષમતા વધારવા માટે ટેસ્ટ કીટ, ચેપગ્રસ્ત દર્દીઓ માટે મોડ્યુલર સારવાર સુવિધાઓ આપવા, આરોગ્ય કાર્યકરોની ટ્રેનિંગ માટે અને સામાન્ય લોકો માટે આપવામાં આવશે.

ક્યાં ખર્ચાશે આ રૂપિયા?

ટ્રસ્ટ દ્વારા રૂ. 500 કરોડની સહાય જાહેર કરવામાં આવી છે. આ નાણા નીચેની બાબતો પર ખર્ચ કરવામાં આવશે

  • ફ્રન્ટલાઈન પર કામ કરતાં તબીબી કર્મચારીઓ માટે વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો
  • વધતા જતા કેસોની સારવાર માટે રેસ્પિરેટરી સિસ્ટમમાં વધારો કરશે
  • માથાદીઠ પરીક્ષણમાં વધારો કરવા કિટ્સની ઉપલબ્ધતા વધારવી
  • ચેપગ્રસ્ત દર્દીઓ માટે મોડ્યુલર સારવારની સુવિધા ઉભી કરવી
  • કોરોનાને લઈને આરોગ્ય કર્મચારીઓ અને સામાન્ય લોકોને તાલીમ અપાશે

વંચિત લોકો સુધી વધુ મદદ પહોચાડવાનું લક્ષ્ય

ટાટા ટ્રસ્ટ્સ, ટાટા સન્સ અને ટાટા જૂથની કંપનીઓ સંયુક્ત રીતે જાહેર આરોગ્ય સહયોગ મંચ પર આ સંકટ સામે લડવા માટે પ્રતિબદ્ધ સ્થાનિક અને વૈશ્વિક ભાગીદારો તેમજ સરકાર જોડાશે અને વંચિત વર્ગના લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે.

રતન ટાટાએ કોરોના સામે લડત આપતા તમામનો આભાર માન્યો

રતન ટાટાએ જણાવ્યું કે, અમે આ સભ્ય સંગઠનોના દરેક વ્યક્તિ કે જેણે આ રોગચાળો સામે લડવા માટે પોતાનું જીવન અને સલામતી જોખમમાં મૂક્યું છે તેના માટે ખૂબ આભારી છીએ અને તેના પ્રત્યે અપાર આદર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો