Tata એ ઇન્ડિયન આર્મી માટે બનાવી નવી કાર, બોમ્બની નહીં થાય અસર, ધરાવે છે એન્ટી ટેન્ક મિસાઇલ જેવા અનેક ફીચર્સ

Tata મોટર્સ ઇન્ડિયન ડિફેન્સ વ્હીકલની મોટી સપ્લાયર કંપની છે. ટાટાએ ભારતીય આર્મ્ડ ફોર્સ માટે સૈન્ય હથિયારોવાળા વ્હીકલ્સ તૈયાર કરવાનો કોન્ટ્રેક્ટ મેળવેલો છે. અગાઉ ટાટાએ ટાટા સફારી સ્ટોર્મને પણ ઇન્ડિયન આર્મી માટે ખાસ તૈયાર કરી હતી. હવે ટાટાએ પોતાની નવી કાર Merlin ને ઇન્ડિયન આર્મી માટે તૈયાર કરી છે. હાલમાં જ ટાટા મર્લિન મુંબઇ-પૂના હાઇ-વે પર ટેસ્ટિંગ દરમિયાન દેખાઇ હતી.

હાઇ ટેક્નોલોજીનો થયો છે ઉપયોગ
ટાટાની આ કાર દેખાવમાં અત્યંત વિશાળ છે. ટાટાની ઓફિશિયલ સાઇટ પર આ કાર અંગેની વિગતો મળે છે. આ કારને સ્પેશિયલી સૈન્ય માટે ડિઝાઇન કરવામાં આવી છે, તેની સાઇડ અને રિઅરમાં STANAG 4569 લેવલ 1 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. તેમાં NATOના હાઇ સ્ટાન્ડર્ડ અનુરૂપ સેફ્ટી અને સિક્યોરિટી ફીચર્સ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, માત્ર લેવલ-1 વાળી જ કાર પર જ આર્ટિલરી, ગ્રેનેડ અને માઇન બ્લાસ્ટની અસર નહીં થાય. આ કાર કાઇનેટિક એનર્જીને એબ્ઝોર્બ કરીને કારમાં સવાર લોકોને સુરક્ષિત રાખે છે.

ટાટાની આ ગાડીને ટૂંક જ સમયમાં સામેલ કરવામાં આવશે સૈન્યમાં

મર્લિનનું પાવરફુલ એન્જિન
તેમાં કોમન રેલ ટર્બો ડીઝલ એન્જિન લગાવવામાં આવ્યું છે, જે 185 bhp અને 450 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. તેમાં 4 બાય 4 ડ્રાઇવિંગ સિસ્ટમ મળશે, જે ઓફ રોડ ડ્રાઇવિંગમાં પણ સપોર્ટ કરશે. આ કારના ટાયર પણ ખાસ પ્રકારના છે, જેમાં કોઇ પણ પ્રકારના આઉટર સોર્સથી હવા ભરી શકાશે.

ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર ઇન્સ્ટોલ કરવાનો મળશે ઓપ્શન
આ કારની છત પર 7.6mmની મશીન ગન અને 40 mm ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર લગાવવાનો ઓપ્શન હશે. તેમાં એન્ટી ટેન્ક મિસાઇલ ઇન્સ્ટોલ હશે. ટાટા ભારતીય સૈન્યને લાંબા સમયથી આર્મ્ડ વ્હીકલ સપ્લાય કરે છે. તે સિવાય ટાટા વિશ્વના અન્ય દેશોમાં પણ ડિફેન્સ વ્હીકલ સપ્લાય કરે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો