‘તારક મહેતા…’ શોના સૌથી પીઢ સદસ્યના મોતથી ચકચાર, આખી ટીમ સેટ પર ચોધાર આંસુએ રડી!

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અને નીલા ટેલિફિલ્મ સાથે લાંબા સમયથી જોડાયેલા મેકઅપ આર્ટિસ્ટ આનંદ પરમારનું નિધન થયું છે. હાલ શોના સેટ પર દુ:ખનો માહોલ છવાયેલો છે. આનંદ પરમારનું નિધન થતાં આખી ટીમ આઘાતમાં છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા 10 દિવસથી આનંદ પરમાર બીમાર હતા. શનિવારે એટલે કે 8 ફેબ્રુઆરીના રોજ આનંદ પરમારનું નિધન થયું. ટીમના મેમ્બર્સ તેમને પ્રેમથી આનંદ દાદા કહીને બોલાવતા હતા.

આનંદ પરમાર છેલ્લા 12 વર્ષથી ‘તારક મહેતા…’ સાથે જોડાયેલા હતા. તે બધા આર્ટિસ્ટનો મેકઅપ કરતા હતા. તેમના મોતના સમાચાર મળતાં જ સીરિયલનું રવિવારનું શૂટિંગ રદ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે સવારે કાંદિવલી વેસ્ટના હિંદુ સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

મુનમુન દત્તા એટલે કે બબીતાજીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં દાદાને શ્રદ્ધાંજલિ આપી છે. તેણે લખ્યું કે “આજે અમે અમારા સૌથી વરિષ્ઠ મેકઅપ આર્ટિસ્ટ ગુમાવ્યા છે. આનંદ દાદા પહેલા વ્યક્તિ હતા જેમને હું ‘તારક મહેતા…’ના ઓડિશન વખતે મળી હતી. તેઓ ઉમદા, પ્રેમાળ અને સિદ્ધાંતવાદી વ્યક્તિ હતા. તમને હંમેશા યાદ કરીશું દાદા. તમારી આત્માને શાંતિ મળે.”

એ સિવાય ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કોમલ હાથીનો રોલ કરતી એક્ટ્રેસ અંબિકાએ પણ આનંદ દાદાની તસવીર શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. અંબિકાએ લખ્યું, “આનંદ દાદા, તમારી આત્માને શાંતિ મળે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો