બિહારના છપરાથી સુરત જઈ રહેલી તાપ્તી ગંગા એક્સપ્રેસના 13 ડબા પાટા પરથી ઉતર્યા, 4 યાત્રી ઘાયલ

બિહારના છપરામાં ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા છે. સુરત-છપરા એક્સ્પ્રેસ પાટા પરથી ખડી પડી છે. આ દુર્ઘટનામાં 4 મુસાફરો ઘાયલ થયા હોવાની માહતી મળી છે. ત્યારે ફરી એકવાર રેલ યાત્રીઓની સુરક્ષાને લઇ સવાલ ઉઠી રહ્યા છે.

મળતી માહિતી મુજબ આજે સવારે 8 વાગ્યે છપરાથી તાપ્તી ગંગા એક્સપ્રેસ નિકળી હતી. 45 મિનિટની સફર કર્યા બાદ આ ટ્રેન ગૌતમ સ્થાન સ્ટેશન પર પહોંચી કે તેના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.

મળતી માહિતી અનુસાર ટ્રેનની ધીમી ગતી હોવાથી કોઇ જાનહાની નથી થઇ. આ દુર્ઘટનનામાં 4 મુસાફરો ઘાયલ થયા છે, તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

લોકોને આંશિક રીતે થોડી ઈજા થવા પામી છે. લોકોની મદદ માટે ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ હાજર છે. ગ્રામીણો પણ અકસ્માતનો ભોગ બનેલા લોકોને મદદે દોડી આવ્યાં છે. આ ટ્રેન અકસ્માત કયા કારણે સર્જાયો તે તપાસનો વિષય છે પરંતુ પ્રશાસનનો પહેલો હેતુ લોકોની મદદ કરવાનો છે.

આ દુર્ઘટના ઘટવાથી હાલ છપરા-બલિયાની બધી ટ્રેનોની અવર-જવર રોકી દેવામાં આવી છે અને વિભાગ દ્વારા રેસ્ક્યૂં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો