અમદાવાદમાં ફાર્માસિસ્ટ યુવતીને વિધિના બહાને હોટલમાં બોલાવી ભૂવાએ કપડાં કઢાવીને દુષ્કર્મ આચર્યું, યુવતીએ દવા ખાઈ લેતા ભાંડો ફૂટ્યો

ઘરના કંકાસ ક્યારેક પતિ-પત્ની વચ્ચે અંતર ઊભું કરી દે છે. એવામાં કેટલાક લોકો આ સ્થિતિનો લાભ લેવા માટે તકની રાહ જોઈને બેઠા હોય તેમ એક ચોંકાવનારો કિસ્સા અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. જેમાં એક સારા ઘરની ભણેલી ગણેલી પરિણીતા પોતાના પતિ સાથેના ઘરેલું કંકાશને ખતમ કરવા જતા એક તાંત્રિકના સંપર્કમાં આવી હતી. આ તાંત્રિકે તેને વિધિ કરવાનું કહીને પોતાની જાળમાં ફસાવીને લાખો રૂપિયા પડાવવાની સાથે તેને ફોસલાવીને અંગત ફોટો-વીડિયો ઉતારી લીધા અને બ્લેકમેઈલ કરીને વારંવાર પરિણીતા સાથે શરીર સંબંધ બાંધતો હતો. જેથી તાંત્રિકના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ દવા ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે હાલમાં વાડજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગતો મુજબ, અમદાવાદની નેહા (નામ બદલ્યું છે )ના લગ્ન સમાજના રીતિ-રિવાજ મુજબ આશિષ નામના યુવક સાથે થયા હતા. નેહા અને આશિષના લગ્ન બાદ તેમની વચ્ચે નાની-નાની બાબતે ઝઘડા થવા લાગ્યા. આ વિવાદ વધતા નેહા રિસાઈને પિયર આવી ગઈ હતી. પિયરમાં મોટી બહેન અને અન્ય લોકોએ નેહાને કહ્યું કે, “તારા અને આશિષ વચ્ચે જે વિવાદ છે તે માટે અમે એક ભૂવાને ઓળખીએ છીએ, તું એને મળ તો તારા દરેક પ્રશ્ન હલ થઈ જશે.”

લગ્ન સંબંધમાં ખરાબ સ્થિતિમાં હોવાના કારણે નેહા પણ માનસિક તણાવમાં રહેતી હતી, ઉપરાંત તે ફાર્મસિસ્ટ તરીકે નોકરી પણ કરતી હતી. એવામાં એક દિવસ નેહા તેમના સમાજના ભૂવાને મળવા ગઈ હતી. ત્યાં ભૂવાએ વિધિ કરવાનું કહ્યું અને નેહાનો મોબાઈલ નંબર લઈ લીધો હતો. આ બાદ ભૂવો નેહા સાથે ફોન પર મીઠી-મીઠી વાતો કરવા લાગ્યો અને ધીમે ધીમે તેને પોતાની વાતમાં ફસાવી લીધી. આ દરમિયાન નેહાને લઈને ભૂવો એક હોટલમાં લઈ ગયો અને તેને વિધિના બહાને કપડાં ઉતરાવ્યા અને તેના અંગત ફોટો અને વીડિયો લેવા લાગ્યો હતો

બાદમાં ભૂવાએ આ વીડિયો બતાવીને તેને બ્લેક મેઈલ કરવાનું શરૂ કરી દીધું. આટલું જ નહીં તે નેહાને અલગ-અલગ હોટલમાં લઈ જઈને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બળાત્કાર ગુજારવા લાગ્યો. આ બાબતથી નેહા સતત પરેશાન રહેતી હતી. જેથી તેણે પોતાનો જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો અને દવા ખાઈ લીધી હતી. તેની જાણ અન્ય લોકોને થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે પોલીસે હાલ ગુનો નોંધી તાંત્રિકને પકડવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

ઉલ્લેખનીય છે કે વડોદરાના સમા સ્પોર્ટસ્ કોમ્પ્લેક્સની સામે આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારે પણ તાંત્રિકના ચક્કરમાં ફસાઈને 32 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. આ સોની પરિવાર પાસેથી વડોદરા, અમદાવાદ અને રાજસ્થાનના પુષ્કરના 9 જ્યોતિષીએ 32.25 લાખ રૂપિયા વિધી, વાસ્તુદોષ અને જમીનમાંથી ધન કાઢી આપવાના બહાને પડાવી લીધા હતા. દેવામાંથી મુક્તિ મેળવવાની લાલચમાં જ્યોતિષીઓ પાસે વિધિ કરાવવા માટે સોની પરિવારના મોભી મકાન ગીરવે મૂકીને ફાઇનાન્સ કંપનીમાંથી લોન લીધી હતી. જે બાદ સોની પરિવારે ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો