ડેમમાં ડૂબી રહેલા 4 યુવકોને બચાવવા માટે આ મહિલાઓએ સાડી ઉતારીને પાણીમાં ફેંકી, બે યુવાનોને બચાવવામાં સફળ રહ્યા

સોશિયલ મીડિયા પર આ ત્રણ બહાદુર મહિલાઓની ભારે પ્રશંસા થઈ રહી છે. કારણકે તમિલનાડુના એક ગામની આ મહિલાઓએ ડૂબી રહેલા 4 યુવકોને બચાવવા માટે પોતાની સાડીઓ ઉતારીને પાણીમાં ફેંકી દીધી અને કુલ બે યુવકોને બચાવવામાં સફળ રહ્યા. આશરે 35 વર્ષની આસપાસની વયની આ મહિલાઓના નામ સેંથમીઝ સેલ્વી, મુથમલ, અનંતવલ્લી હોવાનું જાણવા મળ્યું છે. ડેમમાં ડૂબી રહેલા 4 યુવકોને બચાવવા માટે આ મહિલાઓએ પોતાની સાડીઓ ઉતારીને ફેંકી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પ્રાપ્ત માહિતી મુજબ તમિલનાડુની આ ઘટના તારીખ 6 ઓગસ્ટની છે. તમિલનાડુના એક ગામમાંથી કુલ 12 યુવકો ક્રિકેટ રમવા માટે ગયા હતા. ક્રિકેટ રમ્યા પછી આ પૈકી કેટલાંક યુવાનો ન્હાવા માટે ડેમમાં ગયા હતા. પરંતુ, ભારે વરસાદના કારણે આ ડેમનું પાણી 15થી 20 ફૂટની ઊંચાઈએ પહોંચી ગયું હતું. આ યુવાનોને એ પ્રકારની ચેતવણી પણ આપવામાં આવી હતી કે આ ડેમનું પાણી ઊંડુ હશે.

એક મહિલાએ આ ઘટના વિશે વાત કરતા જણાવ્યું કે આ યુવાનોએ અમને તે ડેમમાં ન્હાવા વિશે પૂછ્યું હતું. અમે આ યુવાનોને એ પ્રકારની ચેતવણી પણ આપી હતી કે આ ડેમનું પાણી ઊંડુ હશે. પણ ચાર યુવાનો આ ડેમમાં ન્હાવા પડ્યા. અમે ત્રણેય મહિલાએ ડૂબી રહેલા આ યુવાનોને બચાવવા માટે પોતાની સાડીઓ ઉતારી અને પાણીમાં ફેંકી દીધી. અમે બે યુવાનોને બચાવવામાં સફળ રહ્યા પણ અન્ય બે યુવાનો ડૂબી ગયા.

આ મહિલાઓએ ડૂબી રહેલા 4 પૈકી કુલ 2 યુવાનોનો જીવ બચાવ્યો, જે બે યુવાનોનું પાણીમાં ડૂબી જતા મોત થયું તે પૈકી એક યુવાનની ઉંમર 17 વર્ષ હતી અને અન્ય 25 વર્ષીય યુવક ટ્રેની ડૉક્ટર હતો. આ ઘટનાની જાણ મળતા જ ફાયરફાઈટર્સ ત્યાં આવી પહોંચ્યા હતા અને મૃતદેહને સરકારી હોસ્પિટલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો