રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા ASIની હની ટ્રેપ કેસમાં ધરપકડ

રાજકોટ ગ્રાધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસે હની ટ્રેપ (Honey Trap Case) મામલે એક મહિલા ASIની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે અગાઉ બે જી.આર.ડી જવાન અને એક દંપતી (Husband-Wife) સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. તમામ લોકોએ મોરબીના ફરસાણના એક વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. આ મામલે પોલીસે હવે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI તૃષાબેન પટેલ (ASI Trushaben Patel) નામના પોલીસકર્મીની ધરપકડ કરી છે. અગાઉ પોલીસ તપાસમાં એવી પણ વાત સામે આવી હતી કે હની ટ્રેપમાં ઝડપાયેલો સ્પા સંચાલક તેના સ્પામાં આવતા અમુક યુવકો પાસેથી પણ પૈસા પડાવી ચૂક્યો છે.

મોરબીના જમના ટાવરમાં રહેતા તેમજ ફરસાણનો વેપાર કરતા સંજયભાઈ સોમૈયાએ રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં તેને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યાની ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે રાજકોટના કે.કે.વી હોલ પાસે સ્પા ધરાવતા આશિષ મારડિયા અને તેની પત્ની અલ્પા મારડિયા સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. ફરિયાદીના કહેવા પ્રમાણે તેઓ છેલ્લા વર્ષોથી અલ્પાના પરિચયમાં હતા. આ દરમિયાન બંને ફોનમાં વાતચીત કરતા હતા. જોકે, વેપારીએ ફરિયાદમાં એવું પણ લખ્યું છે કે તેઓએ અલ્પા સાથેની મિત્રતા તોડી નાખી હતી પરંતુ અલ્પાનો ફોન આવતા ફરીથી વાતચીત શરૂ કરી હતી.

વેપારીને કેવી રીતે ફસાવ્યો?

અલ્પાએ વેપારીને એવું કહીને ફસાવ્યો હતો કે તેનો પતિ બહાર ગામ જવાનો છે. આ સમય દરમિયાન તેણીએ વેપારીને તેના ઘરે બોલાવ્યો હતો. જે બાદમાં પાંચમી ઓક્ટોબરના રોજ વેપારી મોરબીથી કાર લઈને અલ્પાના ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન મહિલાનો પતિ આશિષ અને તેનો મિત્ર ઘરે આવી પહોંચ્યા હતા અને તેની પત્નીની છેડતી કરી હોવાનો આક્ષેપ લગાવીને તેના પર પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. જે બાદમાં મહિલાના પતિએ બે જીઆરડી જવાનને ફોન કરીને બોલાવ્યા હતા. તમામે વેપારીને કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી અને કેસ ન કરવા માટે બે લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો.

આ દરમિયાન અલ્પા તેના પતિ આશિષ, આશિષનો મિત્ર સુરેશ પરમાર, એલઆરડી જવાનો શુભમ નીતિન શિશાંગિયા અને રિતેષ ભગવાનજી પટેલે વેપારી પાસે રહેલા 22,500 રૂપિયા પડાવી લીધા હતા. જે બાદમાં કેસ ન કરવા બદલ 10મી ઓક્ટોબરના રોજ બે લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. આ મામલે વેપારીએ પોતાના ઘરે જઈને વાત કરતા પરિવારના લોકોએ આ મામલે પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી. જે બાદમાં વેપારીએ ફરિયાદ આપતા આ ગુનામાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો