‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ટપુ એટલે કે ભવ્ય ગાંધીના પિતાનું કોરોનાને કારણે અવસાન, 10 દિવસથી વેન્ટિલેટર પર હતા

કોરોનાની બીજી લહેર સુનામી બનીને ભારત પર ત્રાટકી છે. હાલમાં જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો જૂનો ટપુડો એટલે કે ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાને કારણે અવસાન થયું છે. વિનોદ ગાંધી કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં હતા. તેમના પરિવારમાં પત્ની યશોદા ગાંધી તથા બે દીકરા (મોટા દીકરો નિશ્ચિત ગાંધી તથા નાનો ભવ્ય ગાંધી) છે. મોટા દીકરાના લગ્ન થઈ ગયા છે. ભવ્ય હાલમાં કરિયર પર ફોકસ કરી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વિનોદ ગાંધી છેલ્લાં 10થી પણ વધુ દિવસથી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ હતા. તેઓ છેલ્લાં ઘણાં સમયથી વેન્ટિલેટર પર હતા.

9 મેના રોજ ભવ્યની માસીની દીકરી તથા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ગોગીનું પાત્ર ભજવનાર સમય શાહની બહેનના લગ્ન હતા. પિતાની તબિયત ખરાબ હોવાને કારણે ભવ્ય તથા તેનો પરિવાર મુંબઈમાં હોવા છતાંય લગ્નમાં ફિઝિકલી હાજર રહી શક્યા નહોતા. તેમણે વર્ચ્યુઅલી લગ્ન એટેન્ડ કર્યા હતા.

‘તારક મહેતા’માં 2008થી હતો

ભવ્ય ગાંધીએ ‘તારક મહેતા’માં 2008થી કામ કરવાનું શરૂ કર્યું હતું. આ સમયે તે દસ વર્ષનો હતો અને પાંચમા ધોરણમાં ભણતો હતો. ભવ્ય ગાંધીએ જ્યારે સિરિયલ છોડી ત્યારે તે B.Comના બીજા વર્ષમાં હતો અને મીઠીબાઈ કોલેજમાં હતો.

ભવ્ય ગાંધી ‘તારક મહેતા’માં ટપુનો રોલ કરતો હતો. તે સિરિયલમાં દયાભાભી (દિશા વાકાણી) તથા જેઠાલાલ (દિલીપ જોષી)ના દીકરાનો રોલ કરતો હતો. ભવ્યે શો છોડતા હવે તેની જગ્યાએ રાજ અનડકટ છે.

2017માં ભવ્ય ગાંધીએ ગુજરાતી ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’થી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બાદ ભવ્ય ગુજરાતી ફિલ્મ ‘બહુ ના વિચાર’ રિલીઝ થઈ હતી. જ્યારે ‘તારી સાથે’ રિલીઝ થવાની બાકી છે. ભવ્ય હિંદી ફિલ્મ ‘ડૉક્ટર ડૉક્ટર’માં પણ જોવા મળશે.

‘તારક મહેતા’ બાદ ભવ્ય ગાંધી 2019માં ટીવી સિરિયલિ ‘શાદી કે સિયાપા’માં જોવા મળ્યો હતો.

ભવ્ય ચૂસ્ત જૈન છે અને જિંદગીમાં તેણે ક્યારેય કંદમૂળ ચાખ્યાં નથી. સિરિયલના શૂટિંગ દરમિયાન પણ તે આ વાતનું ધ્યાન રાખતો. પયુર્ષણ પર્વ દરમ્યાન ચોવિહાર અને એકાસણા જેવી ભાવના તે રાખતો અને પાળતો પણ ખરો. ભવ્યનાં માસી, તેની કઝિન સિસ્ટર અને નાનીમા સહિત કુલ ત્રણ લોકોએ દીક્ષા લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો