બાળકોને માથામાં દુખાવો થાય તો બેદરાકારી કર્યા વિના આપો ધ્યાન, હોઈ શકે છે આ સમસ્યા, કરી લો આ ઉપાય

સામાન્ય રીતે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે બાળકોને ચશ્માં આવ્યાં હોય તો તેને માથું દુ:ખે, પણ હકીકતમાં એવું નથી. બાળકોમાં માથાનો દુખાવો ખૂબ સામાન્ય છે.

બેદરાકારી કર્યા વિના આપો ધ્યાન, નહીંતર તમારા બાળકના સ્વાસ્થ્યને થશે નુકસાન

જ્યારે નાના બાળકને માથાનો દુખાવો થાય છે ત્યારે મોટાભાગનાં માતા-પિતાને મોટામાં મોટી ચિંતા હોય છે કે એમને મગજમાં ગાંઠ કે કોઈ ગંભીર બીમારી તો નહીં હોયને! માથામાં દુખાવો થવાનાં પણ અનેક કારણો હોય છે. એમાં દસમાંથી આઠ કારણો એવાં છે જેમાં સામાન્ય કાળજી રાખવામાં આવે તો ઘણી રાહત મળતી હોય છે.

માથાના દુખાવાનાં કારણો

સતત ટીવી, મોબાઇલ, લેપટોપ વગેરેનો ઉપયોગ, શરીરને પૂરતો આરામ ન મળવો, -ખાવા-પીવામાં ધ્યાન ન રાખવું, જંક ફૂડ, દોડધામ, ટેન્શન, સ્ટ્રેસ મેનેજ ન કરવો.

માઈગ્રેનના લક્ષણો

બપોરે કે સાંજના સમયે માથું દુખવું, લમણા દુખવા, સણકા મારવા, અજવાળું,અવાજ કે પ્રકાશ સહન ન થવો, થાક,સ્ટ્રેસ, ટેન્શનથી દુખાવો વધવો, ચક્કર આવવાં, અંધારાં આવવાં.

ચિંતાજનક સંકેત

રાતના સમયે ઊંઘમાંથી ઊઠાડી દે અથવા વહેલી સવારે થતો માથાનો દુખાવો, વહેલી સવારમાં ઊલટીઓ થવી, હાથ-પગમાં ઝાટકા વાગવા, ખેંચ આવવી, હલનચલનમાં તકલીફ થવી, માથાના પાછળનો ભાગ અને ગરદન દુખવા, સ્કૂલમાં અભ્યાસમાં, યાદશક્તિમાં તકલીફ પડવી, સામાન્ય દવાથી ફેર ન પડવો જોવામાં તકલીફ વધવી.

આ ઉપાય કરો

બાળકોને માથાનો દુખાવો ન થાય માટે માતા-પિતાએ બાળકની લાઇફસ્ટાઇલ બને એટલી સરળ અને ઓછા ટેન્શનવાળી થાય તે જોવું જોઈએ. તેમને સ્ટ્રેસ મેનેજમેન્ટ, યોગ, ધ્યાન વગેરે કરાવવું જોઈએ. બાળકોને પૂરતો પૌષ્ટિક ખોરાક સમયસર આપતા રહેવું જોઈએ અને પૂરતી ઊંઘ લેવી જોઈએ.

દરેક બાળકોને ચોકલેટ, ચીઝ, કોકો, મેંદો અને જંક ફૂડ વધારે ભાવતાં હોય છે તેના પર નિયંત્રણ રાખવું જોઈએ. બાળકને નિષ્ણાત ડોક્ટર પાસે લઈ જઈ, માથાના દુખાવાનું કારણ શોધી તેની યોગ્ય સારવાર કરવી જોઈએ.

જરૂર પડે તો મગજનો ફોટો અને લોહીની તપાસ કરાવવી અને ડોક્ટરની સૂચના અનુસાર દવા લેવી જોઈએ. તેનાથી માથાના દુખાવામાં રાહત રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો