કોરોનાના સંકટ સમયે કલોલની સ્વામિનારાયણ સ્કૂલે કરી દેખાડ્યું, નર્સરીથી લઈને ધો.12 સુધીના વિદ્યાર્થીઓની 50 લાખ ફી જતી કરી

કોરોના મહામારીના કારણે લોકડાઉન જાહેર કરતાં લોકોની આર્થિક પરિસ્થિતિ પર પણ માઠી અસર પડી છે. ત્યારે આ મહામારીમાં અમદાવાદ શહેરની ખાનગી સ્કૂલોએ વગર સ્કૂલોએ શરૂ થયે ફીના ઉઘરાણા કર્યાં છે. એટલું જ નહી સ્કૂલો શરૂ થાય ત્યારે માસ્ક અને સેનેટાઇઝરના પૈસા પણ વાલીઓ પાસેથી ઉઘરાવવામાં આવશે તેવી હાલથી જાહેરાતો કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ત્યારે બીજી તરફ માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડતી કલોલની શ્રી સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલએ નર્સરીથી લઈને ધોરણ૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની અંદાજે રૂ.૫૦થી ૬૦ લાખ ફી માફ કરી છે. એટલું જ નહીં ચાલુ વર્ષે જે વિદ્યાર્થીઓ પ્રવેશ લેશે તેમની પ્રથમ સત્રની ફી માફ કરવા અંગે સ્કૂલોએ ઓફિશિયલી પત્ર જાહેર કર્યો છે.

આમ અમદાવાદની ખાનગી સ્કૂલો પર સરકારના ચારેય હાથ છે, કારણ કે સુચનાનું ઉલ્લંઘન કરી સ્કૂલો નોટીસો મોકલે છે થતાં સરકાર મૌન સેવી રહી છે. સ્કૂલના ટ્રસ્ટી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ નર્સરીથી લઈને ધોરણ૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહ ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમના તમામ વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવી છે. આ સ્કૂલમાં અભ્યાસ કરતા અંદાજે ૩૫૦ જેટલા વાલીઓને પ્રથમ સત્રની ફીમાં રૂ.૫૦થી ૬૦ લાખ ફાયદો થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરની ખાનગી સ્કૂલોએ સરકારની સૂચના હોવા છતાં વાલીઓ પાસે ફીના ઉઘરાણા શરૂ કર્યાં છે. હજુ તો સ્કૂલો શરૂ થવાના ઠેકાણા ન હોવા છતાં વાલીઓને ફી ભરવા માટે ઈ-મેલ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ કોરોના વાઇરસના કારણે વિદ્યાર્થીઓની સલામતી માટે માસ્ક અને સેનેટાઇઝરની સ્કૂલોમાં અનિવાર્યતાં ઊભી થવાની છે, ત્યારે સ્કૂલો દ્વારા અત્યારથી જ આ વ્યવસ્થાની ફી કેવી રીતે વસૂલવી તેની ફિરાકમાં હોવાની ચર્ચા થઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો