શ્રી સ્વામિનારાયણ મંદિરના સંત શિરોમણિ શ્રી હરિશરણદાસજી સ્વામી મૂર્તિ સુખે સુખિયા થયા

મણિનગર, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંત મંડળના એક અમૂલ્ય શિરોમણી એવા સંત શિરોમણી શ્રી હરિશરણદાસજી સ્વામી ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતવન કરતાં કરતાં મૂર્તિ સુખે સુખિયા થઈ ગયા.

* શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ આપેલ simple living and high thinking. ના સૂત્રને તેમણે પોતાના જીવનમાં આત્મસાત કર્યું હતું.

* આલોકની રીતે કદાચ ઓછું અક્ષર જ્ઞાન મેળવ્યું હશે, પરંતુ વચનામૃત, અબજી બાપાશ્રીની વાતો અને કારણ સત્સંગના તમામ શાસ્ત્રોનો એટલો ઊંડો અભ્યાસ કે કથા દરમિયાન કોઇ પણ પ્રસંગ નીકળે તો એને અનુરૂપ વાત અક્ષરસઃ કહી શકતા..

* ભુજના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં કોઇપણ સંતોના મંડળની ફેરબદલી થતી હોય પરંતુ દરેક વારામાં સંત શિરોમણી શ્રી હરિશરણ સ્વામીનો કોઈ વિકલ્પ ન હોય. અર્થાત તેમને તો દરેક વખતે ભુજમાં લઈ જવાનો આગ્રહ બધા કરે.

* મંદિરના નાનામાં નાના વહીવટથી લઈને કોઈ અધિકારીઓને મળવું હોય, કોઈ રાજકારણી સાથે મુલાકાત કરવી હોય, મંદિરના કોઈ ઓફિશિયલ કામ હોય દરેક કામમાં એકદમ આત્મવિશ્વાસ અને સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના બળને લઈને સફળતા મેળવે જ.. છતાં પણ આ વાતનો જરા સરખો પણ ગર્વ નહિ. આટલો બધો ભરપૂર આત્મવિશ્વાસ છતાં નિર્માનીપણામાં પહેલો નંબર..

* જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાસે ભાગવતી મહાદીક્ષા ગ્રહણ કર્યા પછી ૪૭ – ૪૭ વર્ષો સુધી એકધારી અવિરત સેવા સાથે જીવનભર કોઈ જ અધિકાર ભોગવ્યા વિના કેવળ પોતાની ફરજ અદા કરવામાં સૌથી આગળ રહ્યા.

વિક્રમ સંવત ૨૦૨૯ ના મહા સુદ પૂનમના ભાગવતી મહાદીક્ષા ગ્રહણ કરી હતી અને વિક્રમ સંવત ૨૦૭૬ મહા સુદ પૂનમના દિવસે – અર્થાત્ જે શુભ દિવસે દીક્ષા ગ્રહણ કરી એજ દિવસે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની મૂર્તિના સુખે સુખિયા થઈ ગયા છે.

* સાથે સાથે પોતાનું અંગત જીવન એકદમ સાદું સરળ પવિત્ર અને તપોમય .. નાના-મોટા દરેક સાથે એકદમ આત્મીયતા કેળવેલી, છતાં પણ સિદ્ધાંતની વાત આવે ત્યારે અડીખમ થઈને ઊભા રહી જાય. જરા સરખી પણ મહોબતમાં લેવાઈને સિદ્ધાંતમાં સમાધાન થવા ન દે… એવા સ્પષ્ટ વક્તા..

* જીવનપ્રાણ સ્વામીબાપા અને બીજા વડીલ સંતોએ જે કંઇ શીખામણ આપી હોય તેનું જીવનભર વફાદારી અને નિષ્ઠાપૂર્વક પાલન કર્યું. જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને પરમ પૂજ્ય આચાર્યશ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આદેશ – મરજી, સાચવવા એ જ એમના જીવનનું લક્ષ્ય હતું.

* તેઓ તો છતી દેહે જ ભગવાનની મૂર્તિમાં હતા અને છે, તેથી તેમને “મૂર્તિનું સુખ આપજો” એવી પ્રાર્થના કરવી એ ગજા બહારની વાત છે. પરંતુ સર્વોપરી શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપા તથા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા આપણા સત્સંગના શોભા રૂપ અને મૂક સેવક એવા સંત શિરોમણી શ્રી હરિશરણદાસજી સ્વામી જેવું દાખલારૂપ જીવન જીવ્યા તેવા ઉત્તમ ગુણો જીવનમાં આત્મસાત કરવાનો પ્રયત્ન થાય, એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાશે.

* સંત શિરોમણી શ્રી હરિશરણદાસજી સ્વામીની સરળ જીવન પદ્ધતિ અને ઉત્તમ વિચાર વૈભવ માણવાનું સૌભાગ્ય સૌને મળેલ છે. અનેકાનેક સંસ્મરણો સ્મૃતિપટ પર તરી રહ્યાં છે, એમને નત મસ્તકે શ્રદ્ધા પૂર્વક ખૂબ ખૂબ વંદન સહ નમન..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો