પ્રેરણામૂર્તિ પૂ. સદૂગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદજી મહારાજ આજ ના રોજ દેવ થયા છે

ॐ નમ:શિવાય ૐ નમો નારાયણ
ગુરુજી ની કૃપા સદા કૈલાશ પરથી વરસે એજ ઈચ્છા….
સેવા યજ્ઞના સંત એવા અમારા ગુરુ એક વિરલ વિભૂતિ ,પ્રેરણામૂર્તિ પૂ. સદૂગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ આજ ના રોજ દેવ થયા છે જીવન ની એક ઝાંખી …

ગુજરાત-સૌરાષ્ટ્રનાં ભાવનગર જિલ્લાના તરસમીયા ગામમાં પવિત્ર અને ધાર્મિક એવા સોનાણી કુળમાં ઈ.સ.૧૯૩૦ ,વિ.સ.૧૯૮૬ ના મહાશિવરાત્રિ પર્વના દિવસે પૂ.સ્વામીજીનો જન્મ થયો હતો બાળ પણથી જ પૂ. સ્વામીજી ભગવદ્દભક્તિ,શ્રદ્ધા, સેવાભાવ,ત્યાગ -વૈરાગ્ય, સંયમ અને બુદ્ધિ તેજસ્વીતા જેવા સદૂગુણોથી સંપન્ન હતા પ્રાથમિક અભ્યાસ દરમિયાન જ પૂજય શ્રીએ શ્રીમદૂ ભગવદ્દગીતા કંઠસ્થ કરેલી ઉપનિષદૂ ભાગવતૂ, રામાયણ,યોગવાસિષ્ટ ,પુરાણો વગેરે ગ્રંથો ગહન અભ્યાસ કરેલો ,પ્રથમથી જ પૂ.સ્વામીજીનો સ્વભાવ શાંત અને એકાતપ્રિય હતો સૌથી નિરાળા થઇને તેઓ તળાવ કાઠે કે કોઈ એકાત સ્થાનમાં લાબા સમય સુધી ધ્યાનસ્થ રહેતા કુટુંબ સંસ્કારી અને ભક્તિવાળુ હતુ તેથી સ્વામીજીમા સ્વાભાવિક ભગવદ્દચિંતન,સ્મરણ અને સાધુ – સંતોની સેવા કરવાના સંસ્કારો હતાં.

ધીમે – ધીમે વૈરાગ્યવૃત્તિ વધતા કોઈ ભગવત્પાપ્ત મહાપુરુષનો સમાગમ કરવાની ઉત્કંઠા વધવા લાગી ધણા પ્રયત્નો ને અંતે ભગવદ્દ કૃપાથી બ્રાહ્મનિષ્ઠ અને સાધન -સંપન્ન એવા પૂજયપાદ સ્વામી શ્રી જગદીશ્વરાનંદ સરસ્વતીજી મહારાજનો સમાગમ થયો યોગય સદૂગુરુ અને અધિકારી સાધકનો સમાગમ થાય પછી તો પૂછવુ જ શુ ? સમસ્ત સંસારનો બાહ્યાભ્યંતર પરિત્યાગ કરી પૂજયશ્રીએ સંન્યાસ ધારણ કર્યો ૧૨ વર્ષ સુધી વારણસીક્ષેત્રમાં સંસ્કૃત વ્યાકરણ અને વેદાત વિષય પર અભ્યાસ કર્યો માત્ર પાંચ જ ધરેથી ભિક્ષા માંગવાની તેભના પણ કરપાત્રમા જ એટલે કે હાથમાં જ રાખીને જમી લેવાનુ કોઈ આશ્રમો કે વહીવટી સંસ્થાઓ સાથે નિસ્બત નહી અન્ય સાધુ- સમાજમા કે ટોળાશાહીમા સામેલ થવાનુ નહી આમ અભ્યાસ દરમિયાન સૌથી નિરાળા રહીને પૂજય શ્રી એકમાત્ર શિવ- આરાધનામય જીવન જીવતા હતા અતિ સંયમિત જીવન જીવીને પૂજયશ્રીએ શાસ્ત્રોનુ ખૂબ જ અધ્યન કરયુ સૌરાષ્ટ્રમાં પાછા ફરીને સદૂગુરુ આજ્ઞાનુસાર પદયાત્રા દ્વારા વિચરણ કર્યુ.

તે સમયે પૂજયશ્રી ગામ ની બહાર કોઈ એકાત સ્થાન અથવા સ્મશાનભૂમિમા જ પોતાનું આસન રાખતા એક ગામમાં ત્રણ દિવસ જ રહેવાનુ પૌસાનો સ્પર્શ નહી કરવાનો ,માતાઓ – બહેનોનુ મુખ નહી જોવાનુ સંસારના કોઈ પણ લોકો સાથે વધુ સંપર્ક નહી રાખવાનો :માત્ર ઈશ્વર-પરાયણ રહી પોતાનો યુવાનનીનો સમય પૂજયશ્રીએ ખૂબ તિતિક્ષામા વ્યતીત કર્યો. ધીરે ધીરે સમાજ પૂ.સ્વામીજીને એક સાચા સંન્યાસી પર ભગવન્નિષ્ઠ મહાપુરુષ તરીકે ઓળખવા લાગયો આવા સંતોનો સમાગમ જો નિરંતર થતો રહે તો આપણને પણ સન્માર્ગમા વળવાની પ્રરણા પ્રાપ્ત થતી રહે આવા હેતુથી લોકો આશ્રમ બનાવવાનની પ્રાર્થના કરતા પરંતુ પૂજયશ્રી તો કોઈ પણ મઠ – મંદિર કે આશ્રમોના બંધનમાં પડવા માગતા નહોતા આથી લોકો પોતે જ પૂજય સ્વામીજીના ભજનમાં અને સિદ્ધાતમા કોઈ વિક્ષેપ ન થાય એ રીતે એકાત સ્થાનોમાં આશ્રમો નુ નિર્માણ પણ કરવામાં આવ્યું છે પૂજયશ્રી કોઈ પણ આશ્રમને પોતાનો માનતા નથી કોઈ સાથે પત્ર વ્યવહાર કરતા નથી કોઈ પણ ઈલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ પણ કરતા નથી.

પૂજય સ્વામીજીની પ્રેરણાથી આ આશ્રમોમાં પૈસા ધરવાની બિલકુલ મનાઈ છે તેમજ દાનપેટી પણ રાખવામાં આવતી નથી ગોડલ તાલુકાના રાણસીકી ગામની ભાગોળ પ્.સ્વામીજીએ એક નાના ઓરડામાં૧૩ માસનુ અને સાવરકુંડલા આશ્રમમાં એક વખત ૧૧ માસ અને ઢસાગામ આશ્રમમા ૬ માસ કાષ્ઠમૌનવર્ત લીધુ હતુ ઓરડાની બહાર આવવાનુ નહી કોઈ પણ વ્યક્તિનુ મૌન વરત દરમિયાન મુખ જોવુ નહી કશો પણ શબ્દોચ્ચાર કરવાનો નહી આવુ કઠિન વર્ત કરી ને પૂજય સ્વામીજીએ સાધના માર્ગની ગહન અનુભૂતિઓ કરી હાલમા પૂ.સ્વામીજી સૌરાષ્ટ્ર- પ્રાતમા સર્વત્ર શિવભક્તિ, વ્યસનમુક્તિ,સદાચાર અને માનવ સેવાની પ્રેરણા આપતા વિચરી રહ્યા છે સાપ્રત સમાજ અંધશ્રદ્ધામા થી સંપ્રદાયો ની વાડાબંધી માંથી મંત્ર તંત્ર અને દોરાધાગા માથી પાછો વળે અને ભગવદ્દ- ભક્તિ,પરોપોકાર માનવ સેવા સંપ સહકાર અને સદાચારમય જીવન જીવવાની પ્રેરણા મળે એવા શુભ હેતુથી પૂ.સ્વામીજીએ આધ્યાત્મિક ગ્રંથો અને સાહિત્ય નુ લેખન અને પ્રકાશન કર્યું છે પૂજય સ્વામીજી ની પ્રરણા થી સેવક વર્ગ દ્વારા સ્વામી નિર્દોષાનંદજી જનજાગૃતિ ટ્રસ્ટ ની સ્થા કરવા મા આવી છે.

દરિદ્ર લોકો માટે કાયમી ધોરણે સ્વામીજીની પ્રેરણા થી કાયમી ધોરણે મેડિકલ સારવાર વિનામૂલ્યે આપવા માટે પૂજય સ્વામીજીની પ્રેરણાથી ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના નાનકડા ટીબી ગામમા માનવસેવા હોસ્પિટલનુ નિર્માણ કરવામા આવ્યુ અને આ હોસ્પિટલમાં હાલ મા કોઈ પણ કેસ કાવુન્ટર નથી અને એક દમ ફી સેવા આપવામાં આવે છે અને દરદી નારયણ અને તેમના સગા સંબધીઓ અને વટે મારગુ માટે અત્યારે ફી અનક્ષેત્ર કાયમી માટે કાર્યત છે પૂજય સ્વામીજીનુ જીવન એક આદર્શ સંત અને આદર્શ સમાજ સુધારક તરીકે આ કળિકાળ ની મધ્યમા અમારા ગુરુજી દીવા દાંડીરૂપ બનીને સમાજને પરમાર્થ પથ પર યુગોપર્યત પ્રેરિત કર્યાજ કરશે .એવા પૂજય સ્વામીજી ના ચરણો મા કોટિ કોટિ વંદન …જય ગુરુદેવ જય ભોળાનાથ જય મહાદેવ

ગુરુજી આપણી વચ્ચે જ છે, જ્યાં સુધી આપણે ગુરુજી એ આપેલા ઉપદેશો યાદ રાખીશું, જીવ માત્ર શિવ છે, સત્સંગી બન્યાં રહીશું અને ભક્તિમય વાતાવરણ હશે ત્યાં ગુરુજી સાથે જ હશે.

હે નાથ હે પ્રભુ હું આપનો છું, આપ જ મારા છો.

ૐ નમો નારાયણ.
ૐ શાંતિ ૐ શાતિ ૐ શાંતિ …

By- Sekhaliya Madhusudan

????

✍ જીવન સેવા એજ શિવ સેવા…..

મારી કલમ હંમેશા પરોપકારી વ્યક્તિ વિશે લખવા માટે પ્રેરિત થાય છે….સમય કાઢી ને પણ પોસ્ટ મુકવા મારું મન પ્રેરાય છે…ગઈકાલ તા-22-11-2017 ના રોજ સ્વામી શ્રી નિર્દૉષાનંદજી નો દેહ ટીંબી મુકામે પંચમહાભુત મા બ્રહ્મલીન થયો…ખૂબ દુખ થાય જયારે આવા મહા સંત ની વિદાય વેળા સહન કરવા ની થાય….જેમની પ્રેરણા થી આજ ની સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ની ગરીબ દર્દીઓને નીસુલ્ક ફ્રી સેવાઓ નો લાભ મળી રહ્યો છે….જ્યા રોજના ૧૦૦૦ થી વધુ દર્દીઓ ની મફત સારવાર અને સેવા કરવા માં આવે છે…..સાથે દર્દીઓ અને એની સાથે આવેલાઓ ને પણ તદન ફ્રી જમવાનુ પુરુ પાડવામાં આવે છે સાથે બધાજ પ્રકાર ના રોગો ની ટ્રિટ્મેન્ટ આ હોસ્પિટલ માં કરવામા આવે છે….ધન્ય છે ગુજરાત ની ધરા ને જેમણે આવા મહાસંત ની ભેટ આપણને આપી અને હવે તેઓ આપણી સૌની વચ્ચે રહ્યા નથી અે કમી હંમેશા વર્તાશે….ૐ નમઃ શિવાય…..વંદન….પ્રણામ…..ૐ શાંતિ ગુરુદેવ ને…..
જીજ્ઞેશ મુંગરા ના સૌને જય માં ખોડલ…..

 

ખારા રણ માં મીઠા પાણી નો વીરડો .. સ્વામી શ્રી નિર્દોસાનંદજી માનવ સેવા હોસ્પિટલ–

ટીબી હોસ્પિટલ ના શુભારંભ થી 5 વર્ષ માં તદ્દન વિનામૂલ્યે 5,92,000 થી વધારે દર્દીઓને સારવાર તેમજ 13,300 થી વધારે દર્દીઓના સફળ. ઓપરેશનો થયા છે….

★ અન્ય સેવાઓ★
● વિનામૂલ્યે છાસ વિતરણ
(આજુ બાજુના ગામોમાં)
●તદ્દન વિનામૂલ્યે મેડિકલ દવાઓ
●24 કલાક ઈમેર્જનશી સેવા
◆દરરોજ 600 થી વધારે લોકોને
ઓ.પી.ડી.સારવાર.
● દરરોજ 450-500 સર્જરી.
●દર મહિને 25000 થી વધારે
ભોજણાથી ઓને ભોજન
પ્રસાદ .
●દાંત વિભાગ .
● મોતિયા ના ઓપરેશન માટે
ફેંકો મશીન.
●ગર્ભવતી બેનો ને પ્યોર ધીમા
બનાવેલ 1 કિલો શુખડી નું
વિતરણ કરવામાં આવે છે.
●લેબોરટી સેવા
●અન્ય મશીન ની પણ સેવા …..

Mu.timbi vaya dhola.
Ta: umrala .ji: bhavnagar.
Phone: (02843)242044,242444.

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો