નકલી નોટ કૌભાંડમાં ખુલ્યું મોટું રહસ્ય, સ્વામિનારાયણ સાધુ અને મંદિરનું કનેક્શન જાણી તમે પણ ચોંકી જશો

ખેડાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ખાતે તૈયાર થઇ રહેલા સ્વામિનારાયણ મંદિરના આશ્રમમાંથી ઝડપાયેલા નકલી નોટના કારખાનાથી ભારે ખળભળાટ મચી ગયો છે.

આખા નેટવર્કમાં નાનકડા અંબાવ ગામથી નકલી નોટો છાપીને તેને સુરત મોકલ્યા બાદ સમગ્ર દેશમાં મોકલાતી હોવાની શંકા પોલીસ સુત્રોએ વ્યક્ત કરી છે. જો કે, સત્ય હકીકત શું છે તે સ્વામી સહિતના પાંચેય આરોપીના રિમાન્ડ દરમિયાન બહાર આવશે. હાલ નકલી નોટને માર્કેટમાં ફરતી કરવાના નેટવર્ક ઉપરથી પરદો ઉચકવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચે રાધારમણ સ્વામી સહિત પાંચેય આરોપીને કોર્ટ રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેમાં કોર્ટે ચાર દિવસના કિમાન્ટ મંજૂર કરતા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. આ તપાસનો રેલો રાધારમણસ્વામીના સંપર્કમાં આવનાર અમુક હરિભક્તો સહિતના શખ્સો સુધી પહોંચવાની શક્યતાઓ વધી છે.

આ અંગે પોલીસ સુત્રો જણાવેલ કે. કદાચ નાનકડા એવડા અંબાવ ગામને અને મંદિરને એટલા માટે પસંદ કરવામાં આવ્યું હશે કે, અહીં કોઈની નજર ન પડે પરંતુ સુરતમાંથી નકલી નોટો પકડાઇ જતા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થઇ ગયો છે. ખેડા જિલ્લાના અંબાવ ખાતે આવેલા સ્વામિનારાયણ આશ્રમમાં નકલી નોટો છાપીને સુરત સહિત દેશોના અન્ય અનેક શહેરોમાં પહોંચાડવામાં આવી હોવાને કારણે કરોડો રૂપિયાની નકલી નોટો ચલણમાં ફરી રહી હોવાની આસંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્વામીના કરતૂતને પગલે મંદિરમાં પ્રસાદીના પેકેટ લેનાર હરીભક્તો સામે પણ શંકાની નજરો ઉઠી રહી છે.

રાધારણસ્વામીનું વડતાલ મંદિર સાથે સીધું કનેક્શન બહાર આવ્યું

વડતાલ તાબાના અંબાવ ગામના સુખીની મુવાડીમાં ખાનગી ટ્રસ્ટ સ્થાપી કાળા કરતુતો કરનાર રાધારમણસ્વામીના મુદ્દે ભલેને ટેમ્પલ બોર્ડ હાથ ઉંચા કરી દીધા હોય પરંતુ મંદિર સાથે સ્વામીને વર્ષો જૂનો પુરાણો નાતો છે. જેમાં વડતાલ તાબાના વિરસદ મંદિરમાં રાઘારમણ 2004થી 2007 સમય દરમિયાન કોઠારી રહી ચુક્યા છે. ત્યારબાદ વડોદરાના કલાલી સ્વામિનારાયણ મંદિરમાં 2007થી 2009માં પણ કોઠારી પદ્દે સત્તારૂઢ હતા. તેના પુરાવા મંદિરોમાં ઉપલબ્ધ છે.

ખાનગી ટ્રસ્ટ સ્થાપી વેપલો કર્યો છતાં ટ્રસ્ટી બોર્ડ અજાણ? એવું તે શું બન્યું કે સ્વામીએ નકલી નોટો છાપી? મુખ્ય સૂત્રધાર કોણ?

અંબાવ ગામની મુવાડીમાં સ્વામિનારાયણ મંદિર આશ્રમમાંથી નકલી નોટો છાપવાનું કારખાનું પોલીસે ઝડપી પાડીને 50 લાખની રકમ કબજે કરી છે. ધાર્મિક સંસ્થાના ઓથા હેઠળ રાધા રમણસ્વામીએ પાપ લીલાઓ આચરીને પોતાને એટલી તો શું નાણા ભુખ ઉપડી કે તેઓએ નોટો છાપવાનું કારખાનું શરૂ કરી દીધું, ભગવાન સ્વામિનારાયણની માળા જપવાના સ્થાને માત્ર દેખાડા પુરતો જ આશ્રમ સ્થાપીને પોતે જ રીઝર્વ બેંક શરૂ કરી નાણા છાપી દીધા આવા ઠગ સ્વામિની લીલાઓ બહાર આવતા જ લોકોમાં રોષ ભભૂક્યો છે.

ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે મંદિર વડતાલ સંચાલિત હોવાનું બોર્ડ લગાવીને ગોરખ ધંધા પાર પાડ્યા છે. તેવા સંજોગામાં સ્વામિની લીલાઓથી વડતાલ ટેમ્પલ બોર્ડ અજાણ હોય છે વાતમાં થત્ય નથી અને તો પછી આવા સ્વામિને વડતાલ સંચાલિત આશ્રમ લખવાનો પીળો પરવાનો કોણે આપ્યો તે અંગે પણ અનેક તર્કવિતર્ક ઉભા થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો