સુરત / એસવીએનઆઈટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી સૌરભ વાર્ષ્ણેયને હેદરાબાદની સોફ્ટવેર કંપનીએ 37 લાખ રૂપિયાના પગારની ઓફર કરી

‘પિતા કરિયાણાની શોપ ચલાવતા હતાં એટલે ફિ ભરવામાં પણ તકલીફ પડતી હતી. પરંતુ સગાસંબંધીઓ પાસેથી રૂપિયા ઉછીના લઈને ફી ભરતા હતાં. આર્થિક સ્થિતી સારી ન હતી એટલા માટે મારા પાસે સારા માર્ક્સ લાવવા સિવાય કોઈ ચાન્સ ન હતો એટલા માટે દિવસના રોજ 4 કલાક જ સુતો હતો. બાકીનો સમય અભ્યાસ કરવા પાછળ ગાળતો હતો. હૈદરાબાદની કંપનીમાં બે મહિના સુધી ઈન્ટર્નશિપ કરી જેમાં મારા કામથી પ્રભાવીત થઈને કંપનીએ મને વાર્ષિક 37 લાખ રૂપિયા પગારની ઓફર કરી હતી.’ એસવીએનઆઈટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી સૌરભ વાર્ષ્ણેયને હેદરાબાદની સોફ્ટવેર કંપનીએ 37 લાખ રૂપિયાના પગારની ઓફર કરી હતી. સૌરભે એના અનુભવો શેર કર્યા હતાં.

એન્જીયરિંગમાં જોબ નથી એવું નથી, આઈડિયા સાથે કામ કરો કામ મળશે

સૌરભ કહે છે કે, ‘પરિવારને પહેલાંથી જ મારા પર ઘણી આશાઓ હતી. ધોરણ 11 સાયન્સમાં શાળામાં પ્રથમ આવવાથી મારા માતા-પિતાને ચિફગેસ્ટ તરીકે બોલાયા હતા. જેનાથી પ્રેરિત થઇ વધુ મહેનત કરી ધોરણ 12 સાયન્સમાં 95 ટકા લાવ્યો હતો. જીઇઇની પરિક્ષા પાસ કરી મને એસવીએનઆઇટી કોલેજમાં કેમિકલ એન્જીયરિંગમાં એડમિશન મળ્યું અને ઉછીના પૈસા લઇ ફી ભરી હતી. પિતાની વાર્ષિક આવક એક લાખ કરતાં ઓછી હોવાથી મારી કોલેજની ફી માફ કરાઈ હતી. પરંતુ મારે કોમ્યુટર એન્જીયરિંગમાં એડમિશન લેવું હતું જેના કારણે પહેલા વર્ષમાં કેમિક્લ એન્જીયરિંગમાં પ્રથમ ક્રમ મેળવી બ્રાંચ બદલી કરી કોમ્ય્યુટરમાં આવ્યો. ત્રીજા વર્ષમાં મેં હેદરાબાદની કંપનીમાં બે મહિના ઈન્ટર્નશિપ કરી. આ કંપનીએ 37 લાખ પગારના પેકેજની ઓફર કરી. લોકો કહે છે કે જોબ નથી મળતી પરંતુ આઈડિયા સાથે કામા કરો તો 100 ટકા જોબ મળે છે.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો