નેશનલ હાઈવે પરના ખાડાથી SUVની હાલત ખટારા જેવી થતા કાર ચાલકે ટોલ ટેક્સ આપવાનો જ ઈન્કાર કરી દીધો જુઓ વિડિઓ

ચિલોડા-હિંમતનગર વચ્ચે પસાર થતાં નેશનલ હાઈવેનું સિક્સ લેન કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જ્યાં કામગીરી ચાલે છે તે ટોલ રોડ છે. પરંતુ ચોમાસામાં ભારે વરસાદને કારણે રોડ પર મસમોટા ખાડા પડ્યા છે. ત્યારે એક કાર ચાલકે કંટાળીને ટોલ ટેક્સ આપવાનો જ ઈન્કાર કરી દઈ ટોલ ઉઘરાવનારને ચાવી સુધ્ધા આપવાની તૈયાર દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

હાઈવે પર નેશનલ હાઇવે ઓથોરિટીના આંખ આડા કાન કરવાની નીતિને પગલે મસમોટા ખાડા પૂરાયા નથી. કોઈ પણ પ્રકારનું રિપેરિંગ કામ ન થવાથી હાઈવે પર પસાર થનાર વાહન ચાલકો સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દેતા અકસ્માતો વધ્યા છે. જેને પગલે કેટલાક લોકોએ હાથ પગ ભાગ્યા હોવાના બનાવ બન્યા છે. જેનેપગલે શનિવારે જ આ હાઈવે પર ખાડા પડવાના કારણે એક કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સાથે અથડાતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જેને પગલે અહીંથી પસાર થતાં વાહનચાલકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

વીડિયો કતપુર ટોલ પ્લાઝાનો

પ્રાંતિજ નજીક આવેલા કતપુર ટોલ પ્લાઝા પર એક કારચાલકે હાઈવે પરના ખાડાઓથી ત્રાસીને પોતાની નવી નક્કોર એસયુવી કાર ખખડધજ થતા ટોલ ટેક્સ ચૂકવવાનો ઈન્કાર કરી દીધો હતો. તેણે કારમાંથી ઉતરીને ટોલ પ્લાઝા પર જ કર્મચારીઓ સાથે રોષ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી અને સંચાલકોને બોલાવવા કહ્યું હતું. વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે. જેને કેટલાક લોકો તેના પર કોમેન્ટ કરીને હાઈવે ઓથોરિટીને જગાડવા પ્રયત્નશીલ બની હોય તેવું ચર્ચાઓ થઈ રહી છે.

વીડિયો સાથે મેસેજ પણ વાઈરલ

કાર ચાલકની ટોલ પ્લાઝા પરની રજૂઆત સાથે એક મેસેજ પણ વાઈરલ થયો છે. જેમાં વાહનોના એક્સેલ તૂટવાના રોજ કિસ્સા બનતા હોવાનું, ગઈકાલે ખાડાના કારણે એક ગાડીના ડ્રાઈવરે કૂદીને બાઈક સવારને સાથે એક્સિડન્ટ કર્યો બે વ્યક્તિના મોત થયા, સરકારની જવાબદાર કામ કંપનીનેઆપીને સેફ્ટી માટે કંપનીએ શું વ્યવસ્થા કરી છે તે જોવાનું પણ છે, હોલ હજુ લેવાયઆ છે જે જુલાઈમાં બંધ થવાનો હતો પણ ટોલ કોન્ટ્રાક્ટ લંબાવાયો છે ખબર નહી આમાં કોનો હિત સધાયો અને કયા અધિકારીને ફાયદો થયો, આઝાદી દર 15 ઓગસ્ટે ઉજવો છો પણ માનસિક રીતે તો આપણે ગુલામ જ છીએ, આપણા હક માટે બોલવા જ તૈયાર નથી. શાસક પક્ષના નેતા કાર્યકરોને વિનંતી કે આ તરફ પણ ધ્યાન આપો, સાંસદ દિપસિંહને વિનંતી કે કાશ્મીરની પ્રજાની સાથે અમારું પણ વિચારો.. બે યુવાનોના મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો